ડાંગ જિલ્લા બાળ લગ્ન અટકાવતી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટિમ

ડાંગ જિલ્લા બાળ લગ્ન અટકાવતી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટિમ
Spread the love

મળતી માહિતી મુજબ સમયસર પહોંચી બાળલગ્ન અટકાવવામાં સફળ રહેલ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ ડાંગ બાતમીના આધારે જાણવા મળેલ કે ડાંગ જિલ્લાના ગામમાં બાળ લગ્ન થઈ રહ્યા છે 181 ની જરૂર હોય જેથી આહવા પોલીસ સ્ટેશન થી 181 અભયમ મહિલા હેલ્પલાઇન તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા માલૂમ પડેલ કે છોકરી પક્ષની જાન મહારાષ્ટ્ર જિલ્લામાં લગ્ન કરવા માટે નીકળી ગયેલ જેથી માહિતી આપનાર મુજબ છોકરીની ઉંમર હાલ 14 વર્ષ છે જે હાલ નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. આમ અભયમ ટિમ ને માહિતી મળેલ.

જેથી તત્કાલીક સાપુતારા પોસ્ટે જાણકારી 181 દ્વારા આપી અને જીઆરડીના જવાનોને પણ ફોન પર જાણ કરી.આમ વાહન નંબર આપી તેઓને વાહન રોકવા માટે જણાવેલ અને તેઓએ એ વાહન અટકાવી 181ના દિપીકાબેનને જણાવેલ જેથી તાત્કાલિક ત્યાં પહોંચી મહીલા હેલ્પલાઇન દ્વારા જરુરી માહિતી આપી કે બાળ લગ્ન નાની ઉંમરે કરવા કાયદેસર અને સામાજિક રીતે અપરાધ છે જેથી લગ્ન મોકૂફ રાખવા બન્ને પક્ષો સંમત થયા હતા.આમ અભયમ 181 મહિલા હેલ્પ લાઇન તાત્કાલિક સ્થળ પર તત્કાલીક પહોંચી લોકો ને સાચી સમજ અને માર્ગદર્શન આપી ડાંગ જિલ્લામાં ઉમદા કામગીરી કરી રહી છે

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200801-WA0030.jpg

Right Click Disabled!