ડાંગ જીલ્લામાં રક્ષાબંધન પવઁની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

નાળીયેરીપૂનમ એટલે કે રક્ષાબંધન જેનો મહિમા અનેરો છે. ત્યારે પુનિત પર્વની ડાંગ જીલ્લાના સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માં આવી હતી. રક્ષાબંધનના દિને શુભ મૂર્હૂતમાં બહેનોએ ભાઇની કલાઇ પર રક્ષા બાંધી અરસ પરસ મોં મીઠા કરાવ્યા હતા અને સૌ કોઇ બહેનોએ પોતાના ભાઇ માટે ના લાંબા આયુની પ્રાર્થના કરી હતી જ્યારે ભાઇઓએ પણ બહેનોના મો મીંઠા કરાવી તેમની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લઇને બહેનને ભેટ સોગાદો આપ્યા હતા.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)
