ડુંગરી ભીલ આદિવાસી સમાજ યુવા સંગઠન પોશીના નેજા હેઠળ આપ્યુ આવેદન પત્ર

- સાબરકાંઠાના પોશીના તાલુકાના ડુંગરી ભીલ આદિવાસી સમાજ યુવા સંગઠન પોશીના દ્વારા મુખ્ય મંત્રીશ્રી ને રજુઆત કરવા સારુ અપાયુ આવેદન પત્ર
- જેમાં આજે પોશીના મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબશ્રી મારફતે યોગ્ય રજુઆત માટે આપ્યુ આવેદન પત્ર
આદિવાસી સમુદાય જમીન વિહોણા ન થાય તેવા તેવા આશય સાથેની આદિવાસી અસ્તિત્વ અને જીવાદોરી ગણાતી જમીનના વેચાણ માટે રોક લગાવતી. 73AAની જોગવાઈ સાથે કોઈપણ પ્રકાર ની છેડછાડ કે તેને અસર થાય તેવી કોઈ કાર્યવાહી કે છુટછાટ સરકારશ્રી દ્વારા આપવામાં ન આવે તે હેતુ થી આજે મુખ્ય મંત્રીશ્રીને રજુઆત માટે મામલતદાર સાહેબ શ્રી ને પોશીના ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ : સતિષ પરમાર (પોશીના)
