ડુમિયાણી ટોલનાકાને લઈ ઉપલેટા વિસ્તારનાં લોકોમાં રોષ ભભૂકયો

ડુમિયાણી ટોલનાકાને લઈ ઉપલેટા વિસ્તારનાં લોકોમાં રોષ ભભૂકયો
Spread the love
  • ઉપલેટા ભાવ વધારા મુદ્દે ટોલનાકા લડત સમિતિ દ્વારા છેલ્લા ૨ માસથી રજુઆતો કરાય છે પરિણામ ન મળતા લેવાયો નિણર્ય

ઉપલેટા ટોલ મુકિત સમિતિ દ્વારા છેલ્લા ૨ માસથી ડુમિયાણી ટોલનાકા ઉપર ઉપલેટા શહેરના વાહન ચાલકો પાસેથી લોકલ ટોલ ટેક્ષ ખૂબજ વધારે લેવામાં આવે છે જે બીજા કોઈ ટોલબુથ ઉપર લેવામાં આવતો નથી આ ટોલ વેરાના વિરોધમાં ઉપલેટા શહેરમાંથી એક સમિતિ બનાવવામાં આવેલ આ સમિતિને ઉપલેટાના તમામ સમાજો, જાહેર સંસ્થા જેવી કે જેસીઝ,ચેમ્બર ઓફ કોમસૅ તેમજ આગેવાનો, સામાજિક કાયૅકરો, વકિલો, ડોકટરો રાજકીય આગેવાનોએ સમથૅન આપેલ આ આ અભિયાનના પ્રથમ તબક્કામાં આવેદનપત્ર આપેલ તેમાં જિલ્લા કલેક્ટર, હાઈવે ઓથોરીટી, ડેપ્યુટી કલેક્ટર, સંસદ સભ્ય, ધારાસભ્ય અને ૧૫ દિવસનુ અલ્ટીમેટમ આપેલ આ પ્રશનના જવાબ ન મળતા જે સાબિત કરે છે કે તંત્રએ આ પ્રશ્ર્ન માટે કોઈ ગંભીરતા લીધેલ નથી અને ઉપલેટા શહેરના લોકોની ધીરજ ખુટી ગય છે.

જબરદસ્ત આકોશ છે આ સમગ્ર હકીકતને ધ્યાને લઈ છેવટે ટોલ ટેક્ષ સમિતિએ મીટીંગ બોલાવી તેમાં ૨ તારીખે ગુરૂવારના રોજ ઉપલેટા બંધને ચકકાજામ કરવાનું નક્કી કરેલ સરકાર શ્રીના કોરોના વાઈરસને લીધે ૩૧ તારીખ સુધી તમામ કાયૅકમો ઉપર પ્રતિબંધ મુકેલ છે તેમને ધ્યાને લઈ ૨ એપ્રિલે જાહેર કરેલ છે આ અભિયાન માં ઉપલેટા શહેરમાંથી સમથૅન મળેલ તેમાં કોગ્રેસના આગેવાનો ભાજપના આગેવાનો સામ્યવાદી પક્ષના આગેવાનો આ આદોલનમા આહવાન કરીયુ છે ઉપલેટા શહેરના તમામ વાહન ચાલકો કોમશીયલ તથા પ્રાઈવેટ કાર ધારકોને તારીખ ૨/૪/૨૦૨૦ ગુરૂવારે સવારે ૮-૦૦ કલાકે કોલકી રોડ પશુ દવાખાના મુશાળા ચોક માં પોતાનું વાહન લઈ પહોંચે ત્યાંથી એક સાથે ડુમિયાણી ટોલનાકા ઉપર ચકકાજામ કરવા વાહનો રાખીને આદોલનની છાવણીમાં વધુમાં વધુ સંખ્યામાં હાજર રહેવા ઉપલેટા ટોલ સમિતિ તથા ચેમ્બર ઓફ કોમસૅ હાકલ કરે છે.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200321-WA0036.jpg

Right Click Disabled!