ડુવા ગામે જૂની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપતી થરાદ પોલીસ

Spread the love

થરાદ પોલીસ સ્ટેશનના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હરતા ફરતા તેઓ ડુવા ગામે પહોચ્યા હતા, જયાં ખાનગી રાહે બાતમી મળી કે ડુવા ગામે બસ સ્ટેન્ડ ઉપર આવેલ જૂની ઓરડીમાં તેમજ આજુબાજુમાં જોઈતાભાઈ જુઠાજી રાજપુત રહે.ડુવા, તા.થરાદવાળો જેઓ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની સ્ટાફના માણસોને બાતમી મળી હતી. જોકે હકિકત બાતમીને આધારે થરાદ પોલીસ સ્ટેશનના માણસો સ્થળ પર પોલીસની ખાનગી ગાડીમાંથી નીચે ઉતરતા એક ઈસમ ઓરડી બહાર ઉભો હતો.

જે ઓરડી પાછળ આવેલ ઝાડીમાં નાસી છૂટતા પોલીસે પીછો કરતા પકડાયેલ નહીં, ત્યારે સદરે ખુલ્લી જૂની ઓરડીમાં પંચો રૂબરૂ તેમજ સ્ટાફના માણસો સાથે તપાસ કરતાં એક લોખંડની પેટીમાંથી વિદેશી દારૂની 4 નંગ બોટલો મળી આવતાં 1 નંગની કિંમત રૂપિયા 100 લેખે 4 નંગ બાટલની કુલ કિંમત રૂપિયા 400નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ જોઈતાભાઈ જૂઠાજી રાજપુત રહે.ડુવા, તા.થરાદવાળા વિરૂદ્ધ થરાદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

Right Click Disabled!