ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી, અંતિમવિધિ સમયે અચાનક થઈ ગઈ જીવતી અને પછી…..

ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી, અંતિમવિધિ સમયે અચાનક થઈ ગઈ જીવતી અને પછી…..
Spread the love

મૃત્યુ બાદ કોઇ વ્યક્તિ જીવીત થઇ જવાની કહાની તમે ટીવી-ફિલ્મોમાં ઘણીવાર જોઇ હશે પરંતુ આ ઉત્તર પ્રદેશના મેરઠમાં હકિકત સાબિત થઇ છે. મેરઠના મવાનામાં એક યુવતી મૃત્યુ બાદ અચાનક જીવતી થઇ ગઇ જેને લોકો ત્યાં ચમત્કાર ગણાવવા લાગ્યા છે. જો કે થોડા કલાકો બાદ ફરી યુવતીનું મૃત્યુ થઇ ગયું. સ્થાનિક લોકો માટે હવે આ ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. કેટલાક લોકો ચમત્કાર તો કેટલાક લોકો હોસ્પિટલની બેદરકારી જણાવી રહ્યાં છે.

મેરઠના મવાના કસ્બાની રહેવાસી 20 વર્ષિય આસમા 24 ઓગસ્ટે બેહોશ થઇ ગઇ હતી. ગંભીર હાલતમાં પરિવારજનોએ તેને દિલ્હીની એક હોસ્પિટલમાં ભરતી કરાવી હતી જ્યાં તેને કમળો હોવાનું કહેવામાં આવ્યું. પરિવારજનોએ જણાવ્યું કે હોસ્પિટલમાં આસમાએ દમ તોડી દીધો અને હોસ્પિટલવાળાઓએ તેણીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પરિવારજનો આસમાને સુપુર્દે ખાક કરવાની તૈયારી કરી રહ્યાં હતા કે અચાનક યુવતીના શરીરમાં હલચલ થવા લાગી અને તે જીવીત થઇ ગઇ. આ જોતા જ પરિવારજનોમાં હડકંપ મચી ગયો.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે જ્યારે દફનાવવા માટે કબર ખોદવામાં આવી રહી હતી એ દરમિયાન જ યુવતી જીવીત થઇ ગઇ અને તેના શ્વાસ ચાલવા લાગ્યા.
પરિવારજનોએ તુરંત તેણીને લઇ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ 12 કલાક બાદ જ ફરીએકવાર ઓક્સિજન બદલતી વખતે યુવતીનું મૃત્યુ થઇ ગયું. ત્યારબાદ યુવતીને સુપુર્દે ખાક કરવામાં આવી. જો કે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

Screenshot_20200830-114202_Facebook.jpg

Right Click Disabled!