ઢબુડીની વધશે મુશ્કેલી..? ધનજી ઓડ સમક્ષ નોંધાશે બીજી ફરિયાદ..?!!

ઢબુડીની વધશે મુશ્કેલી..? ધનજી ઓડ સમક્ષ નોંધાશે બીજી ફરિયાદ..?!!
Spread the love

ગાંધીનગર,
ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે એક અરજી થઈ ચૂકી છે.અને તે અરજી સામે ધનજી પેથાપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ નોંધાવી ચુક્યો છે.હજુ આ અરજી ઉપર તો તાપસ પુરી થઈ નથી ત્યાં જ ધનજી સમક્ષ બીજી મુશ્કેલી આવે તેવી શકયતા દેખાઈ રહી છે.અંગત સુત્રોથી એવી માહિતી આવી રહી છે કે ધનજીએ તેના બે ભક્તો સાથે ઠગાઈ કરી ચૂનો લગાયો છે. તેની ફરિયાદ ટૂંક સમયમાં થાય તેવી માહિતી આવી રહી છે.જા ધનજી સમક્ષ બીજી ફરિયાદ નોંધાશે તો ધનજી ફરી ફરાર થઈ જશે..? કે પછી પોલિસ સમક્ષ રાત્રે ૧૧ વાગે હાજર થશે..? શુ પોલીસ ઠગાઈની ફરિયાદ નોધશે કે હજુ પણ અરજી જ સ્વીકારશે..?

ધનજી પાસે કરોડોની મિલકત છે તેવો દાવો વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી રહ્યો છે.ધનજીના તમામ રૂપિયાનો વહીવટ હર્ષદ પટેલ કરી રહ્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે ધનજીના કાળા નાણાંની તપાસ થશે..? ધનજીના અંગત સેવકોના બેન્ક ખાતાની તપાસ થશે..? ધનજીના જ અંગત સેવકો એવું જણાવી રહયા છે કે જા ધનજીની સખત કડાકાઈ તપાસ કરવામાં આવે તો ધનજી જેલભેગો થાય તેમાં કોઈ નવાઈ નહીં.ત્યારે હવે જાવાનું એ રહ્યું કે પોલીસ કેટલું કૌભાંડ ધનજી પાસેથી બહાર લાવે શકે છે..?

Right Click Disabled!