તંત્ર પણ ક્યારેક આંધળે બહેરુ કુટી લેતું હોય છે

ભાવનગરમાં કોરોના નેગેટિવ વૃદ્ધનું મોત સાથે મકાનને ઘેરાબંધી ભાવનગર: કોરોના વાઈરસના સંક્રમણને અટકાવાની દોટમાં તંત્ર પણ ક્યારેક આંધળે બહેરુ કુટી લેતું હોય છે ભાવનગરમાં એક વૃદ્ધ મૃતકનો રિપોર્ટ ૧૮ જુલાઈએ નેગેટિવ આવ્યો હોવા છતા મનપાની આરોગ્ય વિભાગની ટીમે તેના મકાન ફરતે પતરા મારી તે પરિવારના ત્રણ સભ્યોને ક્વોરન્ટીન કરી દીધા હતા. હરેશભાઈ હોલારામ ડોડેજા નામના વૃદ્ધની તબિયત બગડતા સરટી હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમનુ સેમ્પલ લેવામાં આવ્યું અને રિપોર્ટ આવે તે પહેલા તા.૧૭ જુલાઈના રોજ તેમનું મોત થયું હતું કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તેમના ઘરે પતરા ફિટ કરી ત્રણ વ્યક્તિઓને ૩૦ જુલાઈ સુધી ક્વોરન્ટીન કરવામાં આવ્યા અને પોલીસ ગોઠવી દેવામાં આવી હતી પરંતુ ૧૮ જુલાઈએ વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મૃતકના સંબંધીએ રિપોર્ટ લેવા ગયા તે સમયે અધિકારીએ જવાબ આપ્યો તેનો વીડિયો ઉતારી લીધો હતો આરોગ્ય વિભાગના સ્ટાફે રિપોર્ટની કોપી આપી નહોતી.
મૃતકના પરિવારના ત્રણ સભ્યો ક્વોરન્ટીન હોવાને કારણે ઘરમાં બંધ હોય જેથી તેમણે તેમના સંબંધીને રિપોર્ટની કોપી મેળવવા માટે કહ્યું હતું. સંબંધીએ સરટી હોસ્પિટલમાં બે-ચાર ધક્કા ખાધા બાદ ૨૩ જુલાઈએ હરેશભાઈનો રિપોર્ટ હાથમાં આવ્યો તે રિપોર્ટ જોઈને પરિવારના સભ્યો ચોકી ઊઠ્યા હતા કારણ કે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તે રિપોર્ટની તા.૧૮ હતી જ્યારે ૧૯ જુલાઈના રોજ ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્યના અધિકારીએ પોતાની સત્તાના જોરે રિપોર્ટની ચકાસણી કર્યા વગર પતરા લગાવી ક્વોરન્ટીન કર્યા તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. કોરોના પોઝિટિવ ન હોવા છતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ભૂલના કારણે ત્રણ સભ્ય ક્વોરન્ટીન થયા અને તેમના પિતાનું અવસાન થયું હોય પરંતુ ઘરના દરવાજે આરોગ્ય વિભાગ કોરોનાનું લાલ સ્ટીકર લગાવી ગયા હોય જેથી સગા સંબંધીઓ પણ આવતા નહીં.
