તલોદમાં વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

તલોદમાં વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
Spread the love

માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મ જયંતી નિમિત્તે તલોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સેવા સપ્તાહનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર કરેલ છે. જેના અનુસંધાને અણિયોડ મુકામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં તલોદ ભાજપા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ, મહામંત્રી ગણપતસિંહ ઝાલા, ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ, પૂર્વ સરપંચ રણજિતસિંહ વાઘેલા, ભીખુસિંહ ઝાલા તેમજ રણુસિંહ ઝાલા વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. તલોદ તાલુકા યુવા મોરચાના પ્રમુખ અને અણિયોડ સરપંચ કનકસિંહ ઝાલા ધ્વારા સ્વચ્છતા અભિયાન સફળતા પૂર્વક આયોજન કરી આવેલ મહેમાનોનું પાર્ટી પરંપરા મુજબ ખેસથી સ્વાગત કર્યુ હતુ.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

IMG-20200914-WA0028-1.jpg IMG-20200914-WA0033-0.jpg

Right Click Disabled!