તહેવારોની ખરીદીને લઈને હળવદની મેઈન બજારમાં લોકોની ભીડ

તહેવારોને લઈને બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે ભીડના કારણે કોરોનાનુ સંક્રમણ વધે તેવાં દ્રશ્ય નજરે પડી રહ્યાં છે જેમાં તંત્ર દ્વારા જુની અને સાકડી બજારમાં તહેવારો પુરતી વાહન વ્યવહાર અટકાવી ભીડભાડ અને ટ્રાફિક જામ ઓછું કરાવે તે લોકમાંગ ઉઠી છે. હળવદમા રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી ની ખરીદીને લઈને લોકો બજારમાં જોવા મળી રહ્યાં છે ત્યારે હળવદની બજાર જુની સાંકડી હોવાથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો થતાં હોય છે જેમાં હાલમાં કોરોનાનો કહેર મોરબી જિલ્લા વરસાવી રહ્યાં છે ત્યારે હળવદમા પણ 28 જેટલા કેસ નોંધાયા છે પરંતુ લોકો તહેવારોની ખરીદીની માટે બજારમાં ભીડ જોવા મળી રહી છે જેમાં વાહનચાલકોના ટ્રાફિક કારણે બજારમાં અવરજવર મુશ્કેલીઓ વધી રહી છે તો સાથે ખરીદી કરવા માટે આવતા લોકોમાં જાગૃતિ નો અભાવ પણ જોવા મળી રહ્યાં છે જેમાં નથી ફેસકવર કે માસ્ક બાંધતા ત્યારે આ દ્રશ્ય સો ટકા હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વરતાવે તેવા છે તો સાથે તંત્ર દ્વારા પણ જો વાહન વ્યવહાર બજારમાં તહેવારોની ભીડ સુધી અટકાવવામાં આવે તો ભીડભાડ મહદઅંશે ઓછી તેમજ સામાજિક અંતર પણ જળવાઈ શકે તેમ છે.
