તાંત્રિકે તત્કાલીન મહિલા સરપંચ પર વારંવાર બળાત્કાર ગુજારતા ફરિયાદ

વડોદરાના માણેજા વિસ્તારમાં હાલ રહેતી સાવલી તાલુકાના એક ગામની તત્કાલીન મહિલા સરપંચ પર વશીકરણ કરી પતિની ગેરહાજરીમાં સરપંચ પર વારંવાર બળાત્કાર ગુજારનાર ગામના શખ્સ તેમજ તાંત્રિક સામે મહિલાએ પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ નોંધાવી છે આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના આ ગામમાં વર્ષ-૨૦૧૨થી પાંચ વર્ષ સુધી મહિલા સરપંચ પદે હતી.
આ સમયે ઝુમખા ગામમાં રહેતો તેમજ મજૂરી કામ કરતો કનુ ઉર્ફે ભોયો દેવાભાઇ વણકર મહિલાના ઘેર આવતો ત્યારે મહિલા પર ખરાબ નજર રાખતો હતો કનુએ મહિલાને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરતા વશમાં આવી નહોતી જેથી કનુએ ઝુમખા ગામમાં જ રહેતા તાંત્રિક ભીખા ચીમનભાઇ રાવળ પાસે વશીકરણની વિધિ કરાવી હતી મહિલાનો પતિ બહારગામ હોય ત્યારે કનુ ઉર્ફે ભોયો મહિલાના ઘેર પહોંચી જતો હતો અને બળાત્કાર ગુજારતો હતો.
આ વાતની જાણ પતિને થતા મહિલા અને તેના પતિ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને બાદમાં મહિલા તેના બે સંતાનો તેમજ પતિ સાથે વડોદરાના માણેજા વિસ્તારમાં રહેવા માટે આવી ગઇ હતી પતિએ બાદમાં અન્ય ભુવા પાસે વિધિ કરાવતા મહિલાને સારૃ થયું હતું પરંતુ કનુ ઉર્ફે ભોયાની હવસની વાત મહિલાએ પતિને કરતા આખરે મહિલાએ પતિ સાથે આવીને કનુ અને તાંત્રિક ભીખા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંને ફરાર થઇ ગયા છે પોલીસના જણાવ્યા મુજબ કનુ પોતે પરિણીત છે અને તે પત્ની તેમજ ત્રણ સંતાનો સાથે મજૂરી કરવા માટે સુરત તરફ ભાગી ગયો છે.
