તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં, આજથી 12 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં, આજથી 12 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
Spread the love

છેલ્લા ૧૧ કરતાં વધુ દિવસોથી તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક લોકોએ જીવ ગુમાવી દેતાં, ગ્રામ પંચાયત દ્વારા આજે તારીખ ૧૨ થી ૧૨ દિવસ સુધી પ્રજાજનો અને વેપારીઓના સહકારથી લોકડાઉનની જાહેરાત કરી છે. પંચાયતની સામાન્ય સભા, સરપંચ નિકેશકુમાર વસાવાની ઉપસ્થિતમાં મળી હતી જેમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો છે. જ્યારે બજારનો સમય સવારે ૭ થી બોપોરે ૧૧ સુધી રાખવામાં આવ્યો છે. ગામનાં કેટલાંક વિસ્તારો કોરોન્ટાઇન્ટ જાહેર થઈ ચૂક્યા છે.આ અંગે પંચાયતે સુરત કલેકટર સહિત સંબંધિત અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

જ્યારે આરોગ્ય અધિકારીની કચેરી તરફથી ગામનાં કેટલાક વિસ્તારોમાં કોરોનાની ટેસ્ટીંગની કામગીરી શરૂ કરાઈ છે. જુમ્મા મસ્જીદ પણ બંધ રાખવા મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે. સાથે જ ગામમાં આવેલી એતિહાસિક મોટામિયાં બાવાની દરગાહ પણ દર્શન માટે. હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. સાથે જ આ દરગાહના હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિસ્તી અને એમના સુપુત્ર ડો.પીર માતાઉદીન ચિસ્તી તરફથી કોરોનાં મહામારીમાંથી છુટકારો મળે એ માટે ખાસ દુઆ (પ્રાર્થના)નો કાર્યક્રમ રાખવામાં આવનાર છે. ગેસ એજન્સી,સરકાર માન્ય સસ્તા અનાજનું વેચાણ કરતા દુકાનદારોને અને શાકભાજીનું વેચાણ કરનારાઓને ૧૧ વાગ્યા પહેલાં ડીલેવરી અને વેચાણ ની કામગીરી પુરી કરી દેવા તાકીદ કરવામાં આવી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200912_131752-1.jpg 1599896905822-0.jpg

Right Click Disabled!