તાલુકા હેલ્થ કચેરી, ઠાસરાના આરોગ્ય સ્ટાફ ધ્વારા સ્ક્રીનીગ કામગીરી કરાઇ

તાલુકા હેલ્થ કચેરી, ઠાસરાના આરોગ્ય સ્ટાફ ધ્વારા સ્ક્રીનીગ કામગીરી કરાઇ
Spread the love

નડિયાદ,
હાલમાં સમગ્ર વિશ્વમાં મોટા ભાગના દેશો તથા આપણો ભારત દેશ અને ગુજરાત રાજયમાં પણ કોરોના વાયરસ(કોવીડ–૧૯)નો વ્યાપ વધી રહેલ છે. જે અંતગર્ત આરોગ્ય સ્ટાફ ધ્વારા સ્ક્રીનીંગ તપાસણી, કોરોન્ટાઈન અંગેની કામગીરી કરવામાં આવેલ છે અને હાલમાં ચાલુ છે. જેના ભાગ રૂપે તા.૧ર/૦પ/ર૦ર૦ તાલુકા હેલ્થ કચેરી, આરોગ્ય સ્ટાફ ધ્વારા તાલુકા પંચાયતનાં તમામ સ્ટાફ, મામલતદાર કચેરી ઠાસરાના તમામ સ્ટાફની આરોગ્ય તપાસણી હાથ ધરેલ હતી. જેમાં પ્રા.આ.કેન્દ્ર જશુનામુવાડા, પીપલવાડા સ્ટાફ ધ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ. તમામ તાલુકા પંચાયત સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફનું સ્ક્રીનીગ, ટેમ્પરેચર તપાસ, ડાયાબીટીસ, હાયપરટેન્શન વિગેરેની તપાસણી કરવામાં આવેલ. જેમાં ૭૮ જેટલા સરકારી અધિકારી તથા કર્મચારીઓની તપાસણી કરવામાં આવેલ. તે પૈકીના ડાયાબીટીસ, હાયપરટેન્શન વાળા કેસ શોધી તેમની સારવાર સલાહ આપવામાં આવેલ હતી. આરોગ્ય સ્ટાફ ઠાસરા ધ્વારા કરવામાં આવેલ આ કામગીરીની સાથે સાથે આઈઈસી એકટીવીટી શું કરવું, શું ન કરવું ,સોશ્યલ ડીસટન્સ તેની સમજ આરોગ્ય સેતુ એપની જાણકારી તથા પેમ્લેટ વિતરણ કરવામાં આવેલ હતું.

Right Click Disabled!