..તો લોકો વડાપ્રધાનનું રાજીનામું માગી શકે છે : રાઉત

..તો લોકો વડાપ્રધાનનું રાજીનામું માગી શકે છે : રાઉત
Spread the love
  • “ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે અને કોરોના વાયરસ રોગચાળા અને આર્થિક સંકટને પહોંચી વળવામાં નિષ્ફળતા પર રાજીનામું આપવાની માંગણી થઈ રહી છે

મુંબઇ : શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો લોકડાઉનના કારણે મોટા પ્રમાણમાં લોકો નોકરી ગુમાવી રહ્યા છે આવી સમસ્યાઓનું વહેલાસર નિરાકરણ નહીં કરવામાં આવે તો લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી કરી શકે છે. કોરોના વાઈરસ રોગચાળાને કારણે ૧૦ કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે અને આ સંકટથી ૪૦ કરોડ પરિવારો પ્રભાવિત થયા છે એમ રાઉતે શિવસેનાના મુખપત્ર સામનાની સાપ્તાહિક કોલમ રોકઠોકમાં દાવો કર્યો હતોમધ્યમ વર્ગના પગારદાર લોકોએ તેમની નોકરી ગુમાવી છે જ્યારે વેપાર અને ઉદ્યોગને આશરે ચાર લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એમ રાજ્યસભાના સભ્યએ જણાવ્યું હતું.

“લોકોના ધૈર્યની એક મર્યાદા છે તેઓ માત્ર આશા અને આશ્વાસન પર ટકી શકશે નહીં. વડા પ્રધાન પણ સંમત થશે કે ભગવાન રામનો વનવાસ દેશનિકાલ સમાપ્ત થઈ ગયો હોવા છતા હાલની પરિસ્થિતિ મુશ્કેલ છે કોઈએ ક્યારેય પોતાના જીવન માટે આટલું અસુરક્ષિત વાતાવરણ અનુભવ્યું ન હતું એમ રાઉતે કહ્યું હતું તેમણે કહ્યું હતું કે, “ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે અને કોરોના વાયરસ રોગચાળા અને આર્થિક સંકટને પહોંચી વળવામાં નિષ્ફળતા પર રાજીનામું આપવાની માંગણી થઈ રહી છે ભારતમાં પણ આવું બની શકે છે. કેન્દ્રની તપાસ હાથ ધરીને રાઉતે કોરોના વાયરસની સ્થિતિ અને “આર્થિક સંકટ” સમાવવા તેના “પગલા” ની યાદી આપી.

તેમણે કહ્યું કે પાંચ રાફેલ વિમાનો તાજેતરમાં ફ્રાન્સથી તેમના આગમન સમયે સુરક્ષિત રાખવા માટે અંબાલા એરફોર્સ સ્ટેશનની આજુબાજુ કલમ ૧૪૪ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવી હતી રાફેલ પહેલા સુખોઈ અને મિગ વિમાનો પણ ભારત આવ્યા છે પરંતુ આવી “ઉજવણી” કદી થઈ નહોતી, એમ પણ તેમણે જણાવ્યું હતું. “બોમ્બ અને મિસાઇલ વહન કરવાની ક્ષમતાવાળા રાફેલ વિમાનો બેરોજગારી અને આર્થિક પડકારોના સંકટને નષ્ટ કરવામાં સક્ષમ હશે?” એમ સંજય રાઉતે પૂછ્યું હતું.કેન્દ્ર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસની આગેવાનીવાળી ગેહલોત સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી સંભાવના છે.

રાઉતે નોંધ્યું હતું કે ભાજપના નેતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું છે કે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વિશ્વને રોગ ચાળામાંથી મુક્તિ મળશેતેમણે એમ પણ જણાવ્યું હતું કે સોનાના ભાવ તોલા દીઠ રૂ. ૫૫,૦૦૦ પર પહોંચી ગયા છે એક તોલા ૧૦ ગ્રામ થાય છેરાઉતે વધુમાં નોંધ્યું હતું કે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું છે કે તેમનો પક્ષ મહારાષ્ટ્રમાં જાતે જ સત્તામાં આવશે. શિવસેનાના નેતાએ કહ્યું કે, “કોઈ પણ કટોકટી રોજગાર વિશે વાત કરી રહ્યો નથી કદી કટોકટી તકને જન્મ આપે છે તે કહેવું સહેલું છે પરંતુ, લોકો સંકટની સ્થિતિમાં કેવી રીતે વર્તન કરે છે તે કોઈને ખબર નથી

images.jpg

Right Click Disabled!