થરાદના મહાલક્ષ્મી સોસાયટીમાં ગટરનું પાણી ભરાતા રોષે ભરાયેલા રહીશોએ ઉચ્ચારી ચીમકી

થરાદના મહાલક્ષ્મી સોસાયટીમાં ગટરનું પાણી ભરાતા રોષે ભરાયેલા રહીશોએ ઉચ્ચારી ચીમકી
Spread the love
  • નગરપાલિકાને રજૂઆતો કરી છતા આંખ આડા કાન કર્યાં હોવાના આક્ષેપો..

વર્તમાન સમયમાં એકબાજું કોરોનાની મહામારીનો કપરો સમય ધમધમી રહ્યો હોઈ સ્વચ્છતા રાખવી અતિ આવશ્યક બની ગઈ છે ત્યાં બીજી બાજુ રહીશોના મકાનો આગળ દુર્ગંધયુકત ગટરોના પાણી રસ્તામાં ભરાતા હોઈ રોગચાળાના કારણે લોકો વધુ પ્રમાણમાં બિમારીનો ભોગ બને તેવી દહેશત વર્તાઈ રહી છે, ત્યારે થરાદ ખાતે મહાલક્ષ્મી સોસાયટીમાં વસવાટ કરતા રહીશોના ઘરો આગળ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાય સમયથી રસ્તાઓમાં ભરાતા રોષે ભરાયેલા રહીશોએ આરોગ્ય વિભાગ શહેરી વિકાસ મંત્રાલય ગાંધીનગર સહિત શહેરી વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી ચિમકી ઉચ્ચારી હતી.

થરાદની મહાલક્ષ્મી સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા પર ભરાતા હોઈ આ બાબતે રહીશો દ્વારા થરાદની નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સતાધીશોએ આંખ આડા કાન કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો કરતા નગરપાલિકાની ઘોર બેદરકારીની પોલ ખોલી નાખે છે, જોકે સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખને લેખિત અને મૌખિકમાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય હોવાનું જણાવી રોષ ઠાલવ્યો હતો, જોકે આખરે રોષે ભરાયેલા મહાલક્ષ્મી સોસાયટીના રહીશોએ મંત્રાલય ગાંધીનગર સહિત વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી દસ દિવસમાં કામગીરી હાથ નહી થાય તો ગાંધી માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી રોષ ઠાલવ્યો હતો.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200808-WA0039-1.jpg IMG-20200808-WA0040-0.jpg

Right Click Disabled!