થરાદમાં ડીઝલ પેટ્રોલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજીયા

થરાદમાં ડીઝલ પેટ્રોલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજીયા
Spread the love

ડીઝલ પેટ્રોલના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા થરાદમાં રેલી યોજવામાં આવી હતી, જેમાં ડીઝલ પેટ્રોલના ભાવ વધારાના મુદ્દાને લઈ કોંગ્રેસ કાર્યાલયથી લઈ મુખ્ય બજાર સુધી સાયકલ રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ રેલીમાં વાવના ધારાસભ્ય સહિત કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સના ભંગની સાથે માસ્ક પહેર્યા વગર રેલીમાં જોડાતા જીલ્લા કલેકટરે જાહેર કરેલ પરિપત્રના ધજીયા ઉડાડયા હતા, છેલ્લા ઘણા દિવસોથી ડીઝલ પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે થરાદમાં કોંગ્રેસના લોકો દ્વારા બુધવારે સાયકલ રેલી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ હાય હાય ના નારાઓ લગાવી રેલીમાં ઊંટલારી સહિત સાયકલ રેલી યોજી ડીઝલ પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. જોકે બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં જોડાતા પોલીસ દ્વારા દશ જણની અટકાયત કરાઈ હતી.

વાવના ધારાસભ્ય માસ્ક પહેર્યા વિના રેલીમાં જોડાયા
છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા હોઈ થરાદ ખાતે કોગ્રેંસ દ્વારા બુધવારના રોજ ઊંટલારી સહિત સાયકલ રેલી યોજી વિરોધ કર્યો હતો, જેમાં વાવના વર્તમાન ધારાસભ્ય જેઓ માસ્ક પહેર્યા વગર રેલી જોડાયા હતા, ત્યારે જો લોકો માસ્ક પહેર્યા વગર પકડાય તો 200 રૂપિયાનો દંડ ભરવો પડે પરંતુ ધારાસભ્ય માસ્ક ન પહેરે તો કોઈ જ દંડ નહીં તેમજ માસ્ક ફરજીયાત પહેરવાનો નિયમ શું ફક્ત મધ્યમ અને ગરીબ લોકોને જ લાગું પડે છે પરંતુ ધારાસભ્યોને આ નિયમ લાગુ કેમ નથી પડતો..? એવા અનેક સવાલો લોકમુખે કચવાટરૂપ ચર્ચાસ્પદ બન્યા છે.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200625-WA0005.jpg

Right Click Disabled!