થરાદમાં સૌ પ્રથમવાર પત્રકાર પ્રેસ કલબનું આયોજન થતાં સાંસદ કાર્યાલયની મુલાકાતે

બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે થરાદની પ્રેસ કલબના કાર્યાલયની મુલાકાત લઈ તમામ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ પાઠવી પ્રેસ કલબના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત તેમજ મંત્રી જયપ્રકાશ જોષીની વહીવટી કુનેહથી થરાદ નગરના તેમજ તાલુકાના પત્રકાર મીત્રો કે જેઓ થરાદ પ્રેસ કલબ સાથે જોડાયેલ છે, તેમના સ્વાસ્થ અને જીવની ચીંતા કરી ઓરીએન્ટલ ઇનસ્યુરન્સ દ્વારા તમામનો રૂ. ૫,૦૦,૦૦૦ નો વીમો લીધો છે.
જેમા હોસ્પિટલમાં દવા ખર્ચ પેટેના રૂ.૧,૦૦,૦૦૦/- અને આકસ્મીક મૃત્યુ થાય તો રૂ.૪,૦૦,૦૦૦/- વિમા રક્ષણ મળશે. સરકાર માન્ય ઓરીએન્ટલ ઇનસ્યુરન્સનો સળંગ ત્રણવર્ષ વિમો લેવામાં આવેલ છે. તે સરાહનીય કામગીરીને બિરદાવી તેમજ મીડિયાને ચોથી જાગીર ગણાવી અને સચોટ સમાચાર પ્રસારિત કરવા અપીલ કરી ખૂબ પ્રગતિ કરો તેવી બનાસકાંઠા જિલ્લાના સાંસદે શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ
