થરાદ એસ.ટી. ડેપોની 66 શિડયુલ ધમધમતી કરવાનો એસટી વિભાગીયનો પરિપત્ર

કોરોનાની મહામારીને કારણે લોકડાઉન થતા એસટી બસોના પૈડાઓ થંભી ગયા હતા, જોકે સરકાર દ્વારા થોડી ઘણી બસોનું સંચાલન ફરી શરૂ કરવા પરિપત્ર જાહેર કરાતા એસટી બસોમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મુસાફરી કરવાની છૂટછાટ અપાઈ હતી, ત્યારે તારીખ ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ એસટી વિભાગીય કચેરી પાલનપુર દ્વારા થરાદ ડેપોને પરિપત્ર પાઠવી એકસપ્રેસ બસોનું કુલ શિડયુલ સંચાલન ૩૨ જયારે લોકલ બસોનું કુલ શિડયુલ સંચાલન ૩૪ એમ કુલ મળીને ૬૬ શિડયુલ સંચાલન ધમધમતુ કરવાનો પરિપત્ર પાઠવ્યો હતો.
પરિપત્ર સંદર્ભે મીડિયા દ્વારા થરાદ ડેપોના એટીઆઈ ને પુછપરછ કરતા તેઓેએ જણાવ્યું હતું કે થરાદ એસટી ડેપોમાં કુલ ૮૦ શિડયુલ છે, જેમાં કુલ ૬૪ શિડયુલ ચાલુ છે ત્યારે ડિવીઝન દ્વારા ૬૬ શિડયુલ ચાલુ કરવાની મંજૂરી મળતા થરાદ એસટી ડેપો દ્વારા ૨ શિડયુલ ચાલુ કરાશે તેમ જણાવ્યુ હતું. વધુમાં જણાવ્યુ હતું કે જે તે ગામમાં વિદ્યાર્થી ટ્રીપો આવતી હશે તે રૂટોનું સંચાલન બંધ રાખેલ હોઈ વિભાગીય ખાતેથી મળેલ થર્મલ ગન મશીન અને સેનેટરાઈઝનો ઉપયોગ કરી થરાદ એસટી ડેપો દ્વારા કુલ ૬૬ શિડયુલનું સંચાલન ધમધમશે તેમ થરાદ ડેપોના એટીઆઈ એ જણાવ્યું હતું.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ
