થરાદ નગરની 1975મી સ્થાપ્ના દિનની ઉજવણી કરવામાં આવી

Spread the love

બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર થિરપુર નગરના સ્થાપના દિનની ઉજવણીની શરૂઆત ઈ.સ. ૨૦૧૮થી થઈ હતી, આ વર્ષે થરાદ નગરના સ્થાપનાદિનની ઉજવણી થરાદના પ્રજાજનો દ્વારા નગરપાલિકાના સંગાથે કરવામાં આવી હતી. થરાદની સ્થાપના (થિરપુર) થિરપાલ પરમાર (ધરૂ)એ ૨૦મી માર્ચ ઈ.સ.૦૦૪૫ ના રોજ કરી હતી, આ કાર્યક્રમની શરૂઆત નગર પાલિકાથી રેલી સ્વરૂપે થયા બાદ થિરપાલ પરમારની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યું હતું, અને ઉજવણી કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, ચોથાભાઈ રબારી, જૈન સમાજના અગ્રણી વસંતભાઈ દોશી, પ્રોફેસર પ્રકાશ સુથાર, ચંપકલાલ ત્રિવેદી, ભાજપ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, વસંતભાઈ ત્રિવેદી, અજયભાઈ ઓઝા સહિત નગરપાલિકાના સદસ્યો અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ

Right Click Disabled!