થરાદ પંથકમાં ઉઘાડપગા ડૉક્ટરોની ઠેર ઠેર હાટડીઓ…!

થરાદ પંથકમાં ઉઘાડપગા ડૉક્ટરોની ઠેર ઠેર હાટડીઓ…!
Spread the love
  • વડગામડા નજીક રોડ પર વેસ્ટ દવાનો જથ્થો ફેંકતા રોષ

વર્તમાન સમયમાં કોરોનાનો એકબાજુ કહેર યથાવત હોઈ લોકોના આરોગ્યને કોઈ આડ અસર ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગ સજાગ છે પરંતુ બીજીબાજું ઉઘાડપગા ડૉક્ટરો જાહેર રસ્તા પર કોઈ પણ પ્રકારે લોકોની ચિંતા કર્યા વિના તેમજ આરોગ્ય વિભાગથી ડર રાખ્યા વિના વેસ્ટ દવાનો જથ્થો ફેંકી દેતા આરોગ્ય વિભાગની પોલ ખોલી નાખે છે, ત્યારે થરાદ પંથકમાં વડગામડા રોડ પર વેસ્ટ દવાનો જથ્થો નાખતા આરોગ્ય વિભાગ સામે અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે. થરાદ પંથકમાં જયાં જુઓ ત્યાં ઉઘાડપગા ડૉકટરો પોતાની હાટડીઓ ખોલી ગામડાઓની ભોળી પ્રજાને છેતરી ઉઘાડપગા ડૉકટરો લૂંટી રહ્યા છે પરંતું લોકોના આરોગ્ય સાથે થતા ચેડા આરોગ્ય વિભાગને કેમ દેખાતા નથી તેમજ આરોગ્ય વિભાગ કોરોનાની મહામારીમાં સક્રિય ભૂમિકા ભજવી લોકોના આરોગ્યની સારસંભાળ રાખી રહી છે પરંતુ ઠેર ઠેર હાટડીઓ ખોલી બની બેઠેલા ઉઘાડપગા ડોક્ટરો જાહેર રસ્તા પર વેસ્ટ દવાનો જથ્થો મનફાવે તેમ ફેંકી દે છે તે બાબતે આરોગ્ય વિભાગ કેમ તમાચો જોયા કરે છે એવા અનેક સવાલો લોકમુખે ચર્ચાસ્પદ બન્યા છે.

વડગામડા રોડની બંને બાજુએ ઉઘાડપગા ડૉકટરો દ્વારા વેસ્ટ દવાનો જથ્થો ફેંકી દેતા લોકોના આરોગ્ય સાથે ચેડાં છે પરંતુ અણબોલ પ્રાણીઓ દવાઓના કાગળ આરોગી જવાથી કોઈ આડ અસર પહોંચશે તે માટે જવાબદાર કોણ ઠરશે એવા અનેક પ્રશ્નો લોકમુખે સેવાઈ રહ્યા છે તેમજ જાહેર રસ્તા પર દવાનો જથ્થો કોઈ ઉઘાડપગા ડૉકટરો દ્વારા ફેંકાતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જોકે આરોગ્ય વિભાગ અગાઉ દરોડા પાડી બની બેઠેલા ઉઘાડપગા ડૉકટરો સામે લાલ આંખ કરતા ઉઘાડપગાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ હાટડીઓ બંધ કરી દીધી હતી પરંતુ હમણા કેટલાય સમયથી કોરોનાની મહામારીનો લાભ ઉઠાવી ઉઘાડપગા ડૉકટરો ગામડાની અભણ અને ભોળીભાળી પ્રજાને છેતરી રહ્યા હોઈ હવે આ બાબતે પુનઃ આરોગ્ય વિભાગ કયારે જાગે છે અને ઉઘાડપગા ડૉકટરો સામે લાલ આંખ કરે છે એ મહત્વનું રહ્યું, ત્યારે જો આરોગ્ય વિભાગ કોરોનાની મહામારી સામે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી રહ્યું છે તેવી રીતે જરાક સક્રિય બની આરોગ્ય વિભાગ થરાદ પંથકમાં બની બેઠેલા ઉઘાડપગા ડૉક્ટરોની હાટડીઓ પર દરોડાઓ પાડી કાયદેસરની કાર્યવાહી કરે તો લોકોના આરોગ્ય સાથે થતો ખેલવાડ અટકી શકે તેમ છે ત્યારે આરોગ્ય વિભાગ આ બાબતે શું સક્રિય ભૂમિકા ભજવશે ખરા…? એતો આવનારો સમય જ સાબિત કરશે.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200726-WA0039-1.jpg IMG-20200726-WA0040-0.jpg

Right Click Disabled!