થાઈલેન્ડની યુવતીની સળગેલી લાશ મળતા સુરતમાં ચકચાર

સુરતનાં મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની વનીદા બુર્સોન, ઉંમર-૨૬ નામની યુવતીની રહસ્યમય સંજોગમાં સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર સુરતમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હત્યા કે અકસ્માત આગ લાગતાં થયેલા મોત અંગે ઘુટાતા રહસ્યનો ભેદ ઉકેલવા પોલીસે ફોરેન્સિક પી.એમ. કરાવ્યું છે.જેમાં કોઈ સ્પષ્ટતા ન થતા વિશેરા સહિતના સેમ્પલ લઈ FSL માં મોકલવામાં આવ્યા છે.એ બ્લીઝ સ્પામાં કામ કરતી હતી.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
