દરેડ પાસે આવેલા કોલસાનું કારખાનામાંથી એક સાથે રૂપસુંદરી નામના 3 સાપ મળી આવ્યા

દરેડ પાસે આવેલા કોલસાનું કારખાનામાંથી એક સાથે રૂપસુંદરી નામના 3 સાપ મળી આવ્યા
Spread the love
  • લાખોટા નેચર કલબ દ્વારા વન વિભાગની મદદથી જંગલમાં છોડી દેવામાં આવ્યા

દરેડ પાસે કોલસાના કારખાનામાંથી એક સાથે 3 રૂપસુંદરી નામના સાપ મળી આવતા વન વિભાગની મદદથી તેને બચાવી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા. હાલ ગરમીની સિઝન ચરમસીમાએ હોય, સાપ નીકળવાનું પ્રમાણ વધારે હોય છે ત્યારે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રૂપસુંદરી નામક સાપ જેનું માથું સાંકળો અને લાંબુ હોય છે, આખું શરીર પાતળું, લાંબુ અને સુવાળુ હોય છે જે સરેરાશ ચારથી પાંચ ફૂટ સુધીનું હોય છે. આ સાપ શહેર નજીક આવેલા દરેડ જીઆઇડીસી ફેઝ-3માં આવેલ કોલસાના ગોડાઉનમાં મળી આવતા લાખોટા નેચર કલબના સભ્યો ત્યાં દોડી ગયા હતા અને તેને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અહીંથી એક સાથે 3 રૂપસુંદરી સાપ મળી આવ્યા હતા અને વન વિભાગની મદદથી જંગલમાં બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. રૂપસુંદરી નામના આ સાપનો મુખ્ય ખોરાક ગરોળી, કાચિંડા, દેડકા, ઉંદર મુખ્ય હોય છે.

સાપ પકડવા માટે ફ્રી હેલ્પલાઈન
હાલ ગરમી અને વરસાદની સિઝનમાં સાપ બહાર નીકળવાનું પ્રમાણ વધી જતું હોય છે. લોકો ડરના માર્યા સાપને મારી નાખે છે માટે તેને ન મારવા અને સાપ નીકળે તો લાખોટા નેચર કલબનું ફ્રી હેલ્પલાઈન નં.80008 26991 પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.

– રોહિત આર.મેરાણી (જામનગર)

20200620_105416.png

Right Click Disabled!