દહેગામ તાલુકાના જલુન્દ્રા મોટા ખાતે દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસ તેમજ જનતા રેડ

દહેગામ તાલુકાના જલુન્દ્રા મોટા ખાતે દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસ તેમજ જનતા રેડ
Spread the love

દહેગામ તાલુકાના જલુન્દ્રા મોટા ખાતે ગ્રામજનો દ્વારા જલુન્દ્રા મોટા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રોહિતભાઈ પટેલને દીદુડી તળાવના કિનારે ચાલી રહેલા દેશી દારૂના અડ્ડાની મૌખિક જાણ કરતા સરપંચ શ્રી રોહિતભાઈ પટેલે પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે ફરિયાદ કરતા દહેગામ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભદ્રેશ કુમાર તેમજ અજમલભાઈ દેસાઈ અને અન્ય પોલીસ ગણ ફરિયાદના આધારે તપાસ માં આવતા જલુન્દ્રા મોટા દીધુ ડી તળાવના કિનારે શારદાબેન વિનુભાઈ દેવીપુજક નામની વ્યક્તિ દેશી દારૂ બનાવતા હતા.

તેઓ પાસેથી ૩ પ્લાસ્ટિકના કેરબા તેમજ દેશી દારૂ બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવેલ હતી. જેનું પંચનામું (૧) હિરાભાઇ ગોવિંદભાઇ રબારી (૨) પ્રહલાદજી બાલુજી ઠાકોરની સાક્ષીમાં કરી સદર સાધન સામગ્રી દહેગામ પોલીસ સ્ટેશન ખાતે લાવી સદર ગુનાની ફરિયાદ નોધી હતી. મુદ્દામાલ ની કિંમત ૩૭ ૧૦ હતી. આ જનતા રેડ જલુન્દ્રા મોટા ના ગ્રામજનો તેમજ સરપંચ શ્રી રોહિતભાઈ પટેલ અને દહેગામ પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ તેમજ તેમની ટીમે સફળ બનાવી હતી.

Right Click Disabled!