દાંતા તાલુકામાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસિંગના લીરેલીરા જોવા મળ્યા…

દાંતા તાલુકામાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસિંગના લીરેલીરા જોવા મળ્યા…
Spread the love

દાંતા તાલુકાના જવાબદાર અધિકારી ઓ અને કર્મચારી ઓજ નિયમો ની અવગણના કરતા હોય ત્યાં પ્રજા પાસે સુ અપેક્ષા રખાય, કોરોના ની ગંભીરતા દાંતા વહીવટી તંત્ર માં જોવા મલતી જ નથી. અંબાજી માં અગાઉ બે થી ત્રણ દિવસ પહેલા જે માસ્ક માટે ની ધટના બની હતી જે સરકાર ના ધારા ધોરણ હેઠળ માસ્ક ફરજીયાત પણ હોય છે જે અંબાજી પોલીસ અડકાઈ ને કારણે એક બાળકીનું જન્મતા પહેલા જ પોતાની માતાના ગર્ભમાં મોત નીપજ્યું હતું જે મીડિયા દ્રારા જોરોથી પ્રસીધ્ધ પણ કરવા માં આવ્યુ હતુ અને હાલમાં તેની માતા પોતે સિરિયસ હતી તેવૂ લોકોમાં જાણવા મળ્યૂ હતું.

દાંતા ની અંદર તાલુકા પંચાયત હોય કે મામલદાર ઓફીસ હોય તેમાં અમુક અધિકારી ગણ એવા નાના કે મોટા કર્મચારી ઓ માસ્ક વગર કેમેરા માં કેદ થયા હતા અને ઓફિસ માં સોસિયલ ડિસ્ટેન્ડ પણ ભુલી ગયા હોય તેવા દ્રસ્યો કેમેરામાં કેદ થયા હતા સુ તેમને કાયદો ની જોગવાઈ નથી હોતી તેવું લોકોના મુખે ચર્ચા નો વિષય બન્યો હતો અને દરેક ડિપારમેન્ટમાં માસ્ક વગર અમુક અધિકારી ઓ જોવામાં આવ્યા હતા સુ તેમના પર ઠોસ કાર્યવાહી થશે ખરી…?  તંત્ર જ્યારે ગરીબ પરિસ્થિતિ ના લોકો પર માસ્ક વગર દંડ ભરવા માટે તંત્ર દ્વારા મજબૂર કરી ને 200 રૂપિયા નો દંડ આપવા માં આવે છે તો આવા માસ્ક વગરના અધિકારી સામે કોણ ઠોસ પગલાં લેશે તેવું લોકોમાં ભારે ચર્ચા નો વિષય બન્યો હતો.

લોકો એ જણાવ્યું હતું કે આમ પબ્લિકને દંડ ની જોગવાઈ છે તો આવા અધિકારી ઓ સામે કડક માં કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને એવુ પણ જાણવા મળ્યુ હતુ કે સરકારી કચેરી માં અન્ય માણસો પણ જે નોકરી માં નથી તો સરકારી કચેરી માં કયા કારણ સર અને કોની રહેમ દ્રષ્ટિ હેઠણ તેઓને ત્યાં બેસવા દે છે સરકારી રેકડ માં તેઓ ચેડા કરશે તો તેના જવાબદાર કોણ તેવુ લોક મોખીક ચર્ચા કરતા જોવા મળ્યા હતા અને ભીડ ના કારણે હાલ માં જાહેરનામાં નો ખુલ્લે આમ ભંગ થતો જોવા મળ્યો હતો શુ માસ્ક વગર ના અમુક અધિકારી પર કાર્યવાહી થશે ખરા કે પછી હોતા હે ઔર ચલતા હૈ તેવૂ લોક મુખે ચર્ચા સાંભળવા મળી હતી.

રિપોર્ટ : લક્ષમણ ઝાલા (દાંતા)

Right Click Disabled!