દાણીધારધામમાં શ્રાદ્ધ પ્રસંગે સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા

કાલાવડ તાલુકામાં આવેલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત યાત્રાધામ દાણીધારધામ શ્રીનાથજી દાદાના ૩૯૪માં શ્રાદ્ધ પ્રસંગે તા.૬ના કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજાએ દાણીધાર ધામના મહંત સુખદેવદાસજી બાપુને શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પદ મળતા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જેમાં દાણીધાર ધામના સેવક શિવુભા ભટ્ટી, કાલાવડ ભાજપ મહામંત્રી સતુભા જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા સહિત અન્ય સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા.
– રોહિત મેરાણી (જામનગર)
