દામનગરમાં બહુચર્ચિત બગીચા કૌભાંડમાં વધુ એક રિકવરી હુકમ કરતા પ્રાદેશિક કમિશનર નિર્ગુડે

દામનગરમાં બહુચર્ચિત બગીચા કૌભાંડમાં વધુ એક રિકવરી હુકમ કરતા પ્રાદેશિક કમિશનર નિર્ગુડે
Spread the love

દામનગર શહેર ના ગારીયાધાર રોડ પર સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૪-૧૫ દરમ્યાન મંજૂર થયેલ બગીચો છ માસ માં પૂર્ણ કરવા નો વર્ક ઓડર્સ અપાયો હતો સ્થળે કામ વગર જ નાણાં ચાવ કરી જનાર કૌભાંડી ઓ વિરુદ્ધ લાંબી લડત કરતા નિવૃત બેંક કર્મચારી એ તપાસ માંગતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું કુલ ૪૩ લાખ ના કૌભાંડ પેકી ગત તા૩૧/૮/૨૦ રોજ ૨૩ લાખ ની રકમ પૂર્વ પાલિકા પ્રમુખ ભીમજી રણછોડ વાવડીયા પાસે જમીન મહેસુલ ની બાકી રકમ તરીકે વસૂલવા ના આદેશ બાદ ગત તા૧/૯/૨૦ ના રોજ પાલિકા ના તત્કાલીન ઈજનેર .ટી પી આઈ .કલ્સન્ટીગ .કોન્ટ્રાકટર ને તકસીરવાર ઠેરવી ચીફ ઓફિસર દામનગરે શિક્ષાત્મક પગલાં લેવા નો આદેશ કરાયો.

બગીચાના કામોમાં ભારે ગેરીરીતિ કરી સ્થળ ફેર કરી માટી પુરાણ ના નામે કોઈ જાત ની મંજૂરી ઓ વગર મનસૂફી મુજબ માત્ર મામુલી રકમ ખર્ચ કરી કૌભાંડ આચરી બગીચાના નાણાં ચાવ કરી કૌભાંડ કરનાર દામનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ભીમજી રણછોડ વાવડીયા સહિત ઈજનેર.કલ્સન્ટીગ.ટી પી આઈ. કોન્ટ્રાકટર સહિત ને જવાબદાર ઠેરવી પ્રાદેશિક નિયામક શ્રી નિર્ગુડે એ ફૂલ ૪૩ લાખ ની રિકવરી ભરવા આદેશ કર્યો હતો. પ્રથમ ૨૩ લાખ ની રકમ પૂર્વ પાલિકા પ્રમુખ ભીમજી રણછોડ વાવડીયા ની વ્યક્તિ ગત જવાબદારી નક્કી કરી નાણાં ભરવા ના આદેશ બાદ વધુ એક આદેશ માં ૨૦ લાખ ની રકમ ની રકમ માટે પાલિકા ના તત્કાલીન ઈજનેર.ટી પી આઈ. કલ્સન્ટીગ.કોન્ટ્રાકટર ને તકસીરવાર ઠેરવી શિક્ષાત્મક પગલાં લેવા ચીફ ઓફિસર નગરપાલિકા દામનગર ને આદેશ કરતા પ્રાદેશિક નિયામક શ્રી નિર્ગુડે…

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG20200904180752.jpg

Right Click Disabled!