દામનગર ચિત્રોમાં ચેતના સર્જી દેતું શલેશ મકવાણાનું આર્ટ સુરક્ષા સાથે રક્ષાબંધનનો સંદેશ આપતું રેખા ચિત્ર

દામનગરનું અનમોલ રત્ન ચિત્રો માં ચેતના પ્રગટાવતા આર્ટ માસ્ટર કલા જગત માં અનેકો ચિત્રો ના સર્જક પીંછી ને હાથ લગાડી જાદુ કરતા ચિત્રકાર શલેશભાઈ મકવાણા એ રક્ષાબંધન ના પાવન પર્વે સુરક્ષા સાથે રક્ષા નું સુંદર ચિત્ર સર્જી સોશલ્ય ડિસ્ટન્ટ ની શીખ આપતું રક્ષાબંધન નું પેન્સિલ સ્કેસ બનાવ્યું જાણીતા કોલમિષ્ટ પત્રકાર મિત્ર નટવરલાલ ભાતિયા નું શીઘ્ર ચિત્ર સર્જી અનુપમ ભેટ આપી પેન્સિલ સ્કેસ દ્વારા શીઘ્ર ચિત્રો ને આયામ આપી કલા સાધના ક્ષેત્રે નવીનતમ કેડી કંડારતા શેલેશ આર્ટ ના શલેશ મકવાણા દ્વારા સર્જિત ચિત્રો કઈક ને કઈક પ્રેરણાત્મક હોય છે તેમના સર્જન માં સ્વચ્છતા અભિયાન પર્યાવરણ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ વ્યસન મુક્તિ કુપોષણ મુક્ત ભારત સહિત પર્વાચક્ર માં આવતા તહેવારો માં સુંદર સંદેશ આપતા ચિત્રો માં ચેતના સર્જી દેતું આર્ટ હોય છે હજારો પાના નું લખાણ અનેકો શીખ માત્ર રેખા ચિત્રો ના આયામ થી આપી રહ્યા છે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા (દામનગર)
