દામનગર પ્રેરણાત્મક પરમાર્થ એડવોકેટ કીટીબેન મહેતાએ સસરા સ્વ મિલનભાઈ ભટ્ટને અનોખી શ્રદ્ધાંજલિ

દામનગર શહેરની પુત્રી કીટીબેન મહેતા એ સસરા ને અનોખી શ્રદ્ધાંજલિ સદકાર્યો ની સુવાસ સુગંધી પુષ્પો ની માફક ફેલાય છે જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ખાતે એક સપ્તાહ સુધી નિરણ નાખી અનોખી શ્રદ્ધાંજલિ પાઠવતી પુત્રવધુ દામનગર સ્વ પ્રિન્સિપાલ નલિનીબેન અને માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા ના પુત્રી ગુજરાત હાઈકોર્ટ ના એડવોકેટ કેવલ્યલતા ઉર્ફે કીટીબેન તુહીનભાઈ ભટ્ટ દ્વારા સસરા એડવોકેટ મિલનભાઈ ભટ્ટ નું તા૧૨/૮/૨૦ ના રોજ અમદાવાદ ખાતે દેહાંવસાન થતા સદગત મિલનભાઈ એસ ભટ્ટ ને પુત્રવધુ એડવોકેટ કીટીબેન એસ મહેતા દ્વારા અનોખી રીતે શ્રધાંજલિ પાઠવી હતી.
સસરા સ્વ મિલનભાઈ ભટ્ટ ના અવસાન થી દામનગર ખાતે જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદીશાળા ખાતે એક સપ્તાહ સુધી અબોલ જીવો ને દૈનિક પાંચ હજા નો ઘાસચારો નાખી પ્રેરણાત્મક પહેલ કરી હતી સસરાના દેહાંવસાન થી લોંકીક પ્રથા સંપૂર્ણ બંધ રાખી સામાજિક સંરચના માં સુધારાવાદી પહેલ કરી સતત નવ દિવસ સુધી દૈનિક પાંચ હજારનો ઘાસચારો નંદીશાળા માં રહેલ બળદો ને નાખી પરમાર્થ નું સુંદર કાર્ય કર્યું હતું.
આ વાત થી પ્રેરાય ને દામનગર બ્રહ્મસમાજ ના અગ્રણી ગોતમભાઈ રાવળ હાલ સુરત પરિવાર દ્વારા સ્વ મુકેશભાઈ હિંમતભાઈ રાવળ ના અવસાન થી હસ્તે નિકુલભાઈ રાવળ તરફ થી પણ ૪૧ હજાર નો ઘાસચારો નંદીશાળા ના અબોલ જીવો માટે અર્પણ કર્યા હતો એક વ્યક્તિ ની પ્રેરણા એ ત્રણ પરિવારો એ સરાહનીય નિર્ણય કરી પરમાર્થ નું સુંદર કાર્ય કર્યું હતું દામનગર ના સિદ્ધપરા રમેશભાઈ બચુભાઇ ના માતૃશ્રી ની સ્મૃતિ માં ૪૫ હજાર નો ઘાસચારો એમ કુલ ત્રણ પરિવારો એ કીટીબેન મહેતા ની પ્રેરક પ્રવૃત્તિ એ ફૂલ દોઢ લાખ ની રકમ નો ઘાસચારો નંદીશાળા ના અબોલ જીવો માટે અર્પણ કરી પરોપકાર ની પ્રેરણાત્મક પ્રવૃત્તિ કરી.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા
