દામનગર : બહુચર્ચિત બગીચા કૌભાંડમાં 43 લાખ પેકી 23 લાખની રકમ ભરવા હુકમ

દામનગર : બહુચર્ચિત બગીચા કૌભાંડમાં 43 લાખ પેકી 23 લાખની રકમ ભરવા હુકમ
Spread the love
  • દામનગર પાલિકા ના પૂર્વ પ્રમુખ ભીમજી રણછોડ વાવડીયા એ બગીચા કૌભાંડ ની ગેરીરીતિ બદલ ૨૨.૯૭૫૬૩ ભરવા પ્રાદેશિક કમિશનર નીરગુડે આઈ એ એસ ભાવનગર નો હુકમ
  • પૂર્વ પ્રમુખ વર્તમાન પાલિકા સદસ્ય ભીમજી રણછોડ વાવડીયા એ તેમના શાશન દરમ્યાન કામ વગર નાણાં ચૂકવી એક્સ્ટ્રા ટેન્ડર સિવાય તંત્ર ની કોઈ મંજૂરી વગર નાણાં ચૂકવી આચરેલ ભ્રષ્ટચાર ની તપાસ પૂર્ણ થતાં તા૩૧/૮/૨૦ નો રોજ હુકમ થયો
  • બહુચર્ચિત બગીચા ની ગેરીરીતિ અંગે લડત કરતા નિવૃત બેંક કર્મચારી ની જીત સત્યમેવ જયતે શહેરીજનો ને બગીચો મળે તેવી નેમ સાથે પાંચ વર્ષ સુધી સતત સંઘર્ષ સફળ
  • દામનગર શહેર બગીચા કૌભાંડ માં સંડોવાયેલ પૂર્વ પ્રમુખ સહિત જવાબદાર સામે ફોજદારી ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરી નાણાં રિકવર કરી દાખલા રૂપ કાર્યવાહી થવી જોઈ એ
  • દામનગર શહેર માટે સરકારે સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના વર્ષ ૨૦૧૪-૧૫ અંતર્ગત અડધો કરોડ જેવી રકમ ફાળવી હતી પણ પૂર્વ પ્રમુખ સહિત ના ભ્રષ્ટચારી ઓ એ બગીચો સ્થળે માત્ર મામુલી રકમ ખર્ચ કરી ખૂબ મોટા પ્રમાણમાં ખોટું કરતા અંતે સત્ય ની જીત થઈ
  • દામનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ને બહુચર્ચિત બગીચા કૌભાંડ માં વ્યક્તિગત રૂપિયા ૨૨.૯૭.૫૬૨ ભરવા પ્રાદેશિક કમિશનર નો આદેશ

દામનગર શહેર ના ગારીયાધાર રોડ પર આવેલ બગીચો બનાવવા ના કામે થયેલ ભ્રષ્ટાચાર અંગે નિવૃત બેંક કર્મચારી દેવચંદભાઈ આલગિયા એ માંગેલ તપાસ ના અંતે નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ (૭૦)૨ હેઠળ કાર્યવાહી પૂર્વપ્રમુખ ભીમજીભાઈ રણછોડભાઈ વાવડીયા ની વ્યક્તિગત જવાબદારી નક્કી કરી નાણાં પરત ભરવા પ્રાદેશિક કમિશનર ભાવનગર ઝોન દ્વારા તા૩૧/૮/૨૦ નં પ્રા .કમી./વહટ//દામનગર /૭૦(૨) કેસ નં.૩-૨૦૧૯/૨૦ /૨૩૨૦ થી આદેશ કરાયો
દામનગર નગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ સ્વર્ણિમ જ્યંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેર ના ગારીયાધાર રોડ પર નક્કી થયેલ સ્થળ થી અલગ જમીન ઉપર બગીચો બનાવી ગેરીરીતી આચરી હતી.

નગરપાલિકા એ બગીચા ના તાંત્રિક અને વહીવટી મંજૂરી રૂપિયા ૪૯.૯૮.૦૦૦ મળેલ તે પેકી ૪૩.૪૪.૬૪૭ પાલિકા ના પૂર્વ પ્રમુખે નગરપાલિકા ઈજનેર તેમજ કલ્સન્ટીગ એજન્સી અને કોન્ટ્રાકટર દ્વારા કામો એમ.બી કરતા ઓછા કરેલ આઈટમ કરતા એક્સ્ટ્રા કામ દર્શાવી ખોટા ખર્ચ ના બિલો બનાવી નાણાં ચૂકવી આપેલ તે અંગે નિષ્ણાંત ઇજનેરો એ તપાસ કરી તપાસ માં મોટા પ્રમાણ માં ગેરીરીતિ જેવી કે પાયા ની પહોળાઈ ઊંડાઈ માં ભારે તફાવત કબીગ વોલ ઉપર (કોપીગ) પ્લેન સી.સી લોખંડ વગર કામ જણાયેલ ૪૦ એમ એમ સાઈડ ક્રસડસ્ટોન મેટલ વાપરવા સ્પલાઇગ કશડ સ્ટોન રેન્ડમ માપો સ્ટોન સ્પ્રેડિગ જગ્યાએ અન્ય વસ્તુ વાપરી સ્પેસિફિકેશન કામ નહીં કરાયું હોવાનું તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું હતું.

એક્સ્ટ્રા કામો વગર મંજૂરી કરી નાણાં ચૂકવી દેવામાં આવ્યા હોવાની જવાબદારી પૂર્વ પ્રમુખની નક્કી કરી તેમાં ૨૨.૯૭૫૬૬ ભીમજી રણછોડ વાવડીયાએ ભરવાના અને સ્થાનિક અધિકારી પાલિકા ઈજનેર કોન્ટ્રાકટર કલ્સન્ટિક એજન્સી ટી પી આઈ સહિત જવાબદાર કર્મચારી સ્ટાફ ની જવાબદારી નક્કી કરી રકમ ૨૦.૪૭૦૮૫ ની એમ કુલ નાણાં ૪૩.૪૪૬૪૭ ની રકમ ભરવા પાત્ર થતી હોવાનું પ્રાદેશિક કમિશનર ભાવનગર ની કચેરી એ હુકમ કરતા પાલિકા ના ભ્રષ્ટ તંત્ર માં ચિંતા પ્રસરી ગઈ ટોક ઓફ ધી ટાઉન બગીચા પ્રકરણ માં નાણાંકીય ઉચાપત કરી આચરેલ કૌભાંડ માં તટસ્થ તપાસ કરી ખોટું કરનાર પૂર્વ પ્રમુખ સહિત ના તંત્ર માં હડકંપ મચી જવા પામી છે.

દામનગર શહેરીજનોના હિત ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ મંજુર કરેલ બગીચા નું તા૧૩/૨/૧૫ ના વર્ક ઓડર્સ આપેલ છ માસ માં કામ પૂર્ણ કરવાનું હતું આ બગીચાની સ્મેલ દામનગર શહેરીજનો ને ક્યારે આવશે ? શહેરીજનો ના હિત માં સરકારે ફાળવેલ બગીચા ની રકમ આ ભ્રષ્ટ નેતા અને તંત્ર ચાંવ કરી ગયું ત્યારે આ બગીચો વહેલી તકે બને જવાબદારો પાસે આકરા દંડ સાથે ઝડપી નાણાં રિકવર કરી વાસ્તવિક રૂપે બગીચો બને તેવી નેમ સાથે તંત્ર માં રજુઆત કરી છે

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

1599322208150_IMG20200904180754.jpg

Right Click Disabled!