દામનગર સમસ્ત સાધુ સમાજ એવમ સેવક સમુદાય દ્વારા નાયબ મામલતદારને આવેદન

દામનગર સમસ્ત સાધુ સમાજ એવમ સેવક સમુદાય દ્વારા નાયબ મામલતદારને આવેદન
Spread the love

દામનગર સમસ્ત સાધુ સમાજ એવમ સેવક સમુદાય દ્વારા સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી નાયબ મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ પર દ્વારકા ખાતે થયેલ હુમલા નો પ્રયાસ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી ની બુલંદ માંગ સાથે આવેદન પત્ર પાઠવતા સીતારામ આશ્રમ ના સીતારામ બાપુ સતીશગિરી.મહિપતગિરી. બટુકભાઈ શિયાણી વિનુભાઈ ચુડાસમા ઘનશ્યામબાપુ શિક્ષક યોગેશભાઈ રાઠોડ સહિત દામનગર શહેર સમસ્ત સાધુ સમાજ દ્વારા નાયબ મામલતદાર શ્રી પંડયા સાહેબને આવેદન પત્ર પાઠવી પૂજ્ય મોરારીબાપુ પર દ્વારકા ખાતે તા૧૮/૬/૨૦૨૦ ના રોજ હુમલા નો પ્રયાસ કરનાર પબુભા માણેક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ની બુલંદ માંગ.

દામનગર સમસ્ત સાધુ સમાજ એવમ સેવક સમુદાય દ્વારા આવેદન પત્ર પાઠવી નામદાર ગુજરાત સરકાર શ્રી દ્વારા માજી ધારાસભ્ય સામે શિક્ષાત્મક પગલાં લેવા આવેદન પત્ર માં અનુરોધ કરાયો છે. વિશ્વ વંદનીય સંત પ્રખર રામાયણી શાસ્ત્ર ના જ્ઞાતા હિન્દૂ ધર્મ પ્રચારક કથાકાર શ્રી મોરારીબાપુ ની વર્ષ ૨૦૧૭ ની કથા નો વીડિયો એડીટીંગ કરી સંક્ષિપ્ત ભાગ મૂળવાત તાંતપર્ય હાર્દ છુપાવી ને સોશ્યલ મીડિયા માં વાયરલ કરી કોઈ સમૂહ વ્યક્તિ જ્ઞાતિ ને ઉશ્કેરવા ના બદ ઇરાદે વાઇરલ વીડિયો થી દ્વારકા ના માજી ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તા૧૮/૬/૨૦૨૦ ના રોજ મીડિયા કર્મી ઓ ની હાજરી માં પૂજ્ય મોરારીબાપુ પર હુમલા નો પ્રયાસ કરાયો.

આ અંગે સમસ્ત સાધુ સમાજ એવમ સેવક સમુદાય માં ભારે નારાજગી જોવા મળી રહી છે આ બનાવ માં જવાબદાર સામે કડક કાનૂની કાર્યવાહી ની માંગ સાથે આજે દામનગર નાયબ મામલતદાર શ્રી ને સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી ને આવેદન પત્ર પાઠવી બુલંદ માંગ કરવા માં આવી હતી

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG20200622113908.jpg

Right Click Disabled!