દાહોદમા કોરોનાના નવા આવેલા કેસોના અભ્યાસના આધારે મહત્વના તારણો બાબતે ધ્યાન દોરતાં જિલ્લા કલેક્ટર ખરાડી

દાહોદમા કોરોનાના નવા આવેલા કેસોના અભ્યાસના આધારે મહત્વના તારણો બાબતે ધ્યાન દોરતાં જિલ્લા કલેક્ટર ખરાડી
Spread the love
  • દુકાનમાં ખરીદી વખતે વેપારી અને ગ્રાહક ખાસ તકેદારી દાખવે
  • મુસાફરી કરતાં લોકો કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો તુરત કોરોના ટેસ્ટ કરાવે
  • સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સામેલ થનારા લોકોનું કોરોના પોઝિટિવ થવાનું પ્રમાણ મોટું

જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ દાહોદમાં છેલ્લા પખવાડીયા દરમ્યાન નવા નોંધાયેલા કોરોના કેસોનો અભ્યાસ કરતા કેટલીક બાબતો જે ખૂબ સંવેદનશીલ જણાય હોય પોતાના સંદેશમાં આ બાબતે તકેદારી રાખવા નાગરિકોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, દુકાનમાં ખરીદી વખતે સામાજિક અંતરનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે. ઘણાં વેપારીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. માટે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે છ ફૂટનું અંતર રાખવું જોઇએ અને માસ્ક ફરજીયાતપણે બંન્ને પક્ષે પહેરેલા હોય તે પણ એટલું જ આવશ્યક છે. વેપારીઓ પણ આ પ્રકારની વ્યવસ્થા કરે તે જરૂરી છે.

તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત સામાજિક પ્રસંગોમાં, મરણ પ્રસંગે કે સામુહિક મેળાવડાઓમાં પણ જવાનું ટાળવું જોઇએ. કોરોના સંક્રમણના કેસોમાં એવા કેસો ઘણા જોવા મળી રહ્યાં છે જેઓ બે-ત્રણ દિવસ અગાઉ કોઇ સામાજિક-ધાર્મિક પ્રસંગમાં સામેલ થયા હોય અને ત્યાર બાદ તેઓને કોરોના સંક્રમણ લાગ્યું હોય. માટે આવા પ્રસંગોમાં જવું ટાળવું જ જોઇએ. તેમણે ઉમેર્યું કે, અનલોકના તબક્કામાં આંતરરાજય અવરજવર વધી છે. લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરી રહ્યાં છે. ત્યારે આવી મુસાફરી કરનારને જો કોઇ પણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. કોરોના સંક્રમણ બાબતે સાવચેતી એ જ સલામતી છે.

નિનામા નિલેશકુમાર આર.

Screenshot_2020-09-10-20-22-15-98.jpg

Right Click Disabled!