દાહોદ કલેક્ટર માર માર્યાનો આક્ષેપ

દાહોદ કલેક્ટર માર માર્યાનો આક્ષેપ
Spread the love

ગોધરા : દાહોદના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ અને સર્વેયરને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયા છે. દાહોદ જિલ્લા કલેક્ટર સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય જમીન દફતર નિયામકને લેખિતમાં ફરિયાદ કરી છે.

કલેક્ટરના બોડીગાર્ડે બંદૂક બતાવીને કર્મચારીઓને ચેમ્બરમાં લઇ જવાયા
પંચમહાલ જિલ્લામાં કાયમી અને દાહોદનો વધારાનો હવાલો સંભાળતા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ ડી.ડી. પટેલ અને દાહોદ સર્વેયર વિમલ સોલંકીએ દાહોદ કલેક્ટર દ્વારા માર મરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યાં છે. દાહોદ કલેક્ટરના બોડીગાર્ડ દ્વારા બંદૂક બતાવીને દાહોદ જિલ્લા કલેક્ટરની ચેમ્બરમાં બન્ને કર્મચારીને લઇ જવાયા હતા અને બંને કર્મચારીઓને દાહોદ કલેક્ટર દ્વારા પોતાની ઓફિસમાં ઢોર માર માર્યા આક્ષેપ બન્ને કર્મચારીઓએ કર્યાં છે. બંને કર્મચારીને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે

બિભત્સ ભાષાનો પ્રયોગ કર્યો હોવાના પણ કર્મચારીઓના આક્ષેપ
રાજ્ય જમીન દફતર નિયામકને લેખિતમાં કરેલી ફરિયાદમાં કર્મચારીઓએ જણાવ્યું છે કે, આજે 07/07/2020ના રોજ અમે એસ.એલ.આર.ની અધ્યક્ષતામાં ગોઠવાયેલી માસિક કર્મચારીમાં ઉપસ્થિત હતા. બપોરના 12:30 વાગ્યાની આસપાસ કલેક્ટર દાહોદના અંગત સુરક્ષા કર્મચારી અમને તથા હેડ ક્વાર્ટર આસિ. વિમલાભાઇ સોલંકીને ગન પોઇન્ટ પર કલેક્ટર ચેમ્બરમાં લઇ ગયા હતા.

જ્યાં ગયા બાદ કોઇ પણ જાતની વાત સાંભળ્યા વિના ઉશ્કેરાટમાં આવી બિભત્સ ભાષાનો પ્રયોગ કર્યો તથા કલેક્ટર અને તેમની સૂચના ઉપર એમના અંગત સુરક્ષા કર્મચારી દ્વારા અમને બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો. તથા એક અધિકારીને ન છાજે તેવુ વર્તન અમારી સાથે કરવામાં આવ્યું છે, જે અતિ ગંભીર બાબત છે. તો આ બાબતને અનુલક્ષીને આગળની કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે. વધુમાં પોલીસ કક્ષાએ ફરિયાદ દાખલ કરવી કે કેમ તેનું માર્ગદર્શન આપવા અરજ છે.

0.jpg

Right Click Disabled!