દાહોદ તાલુકાના નગરાળા ગામે કોરોના સામે ચાલી રહી છે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ

દાહોદ તાલુકાના નગરાળા ગામે કોરોના સામે ચાલી રહી છે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ
Spread the love

દાહોદ તાલુકાના નગરાળા ગામે ગત અઠવાડિયે કોરોના સંક્રમણના બે કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ, સેનિટાઇઝેશન, માસ્ક વિતરણ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ ગામમાં કોરોનાના બે સક્રિય કેસ છે. દાહોદના તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવેશ વસાવાએ જણાવ્યું કે, નગરાળા ગામમાં ગત અઠવાડિયે બે કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ ન ઉમેરાય તે માટે ગામમાં લોકોને કોરોના બાબતે શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી રહી છે. આ માટે રીક્ષામાં માઇક દ્વારા શેરીએ શેરીએ કોરોનાની સાવચેતી અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

લોકોને કોઇ પણ પ્રકારના તાવ, ઉધરસ, શરદીના લક્ષણ જણાય તો સરકારી દવાખાનામાં કે ધન્વંતરિ આરોગ્ય રથ ખાતે તપાસ કરી લેવા જણાવવામાં આવી રહ્યું છે. ગ્રામજનો સામે ચાલીને ટેસ્ટ કરાવે અને કોઇ પણ પ્રકારની અફવાથી દૂર રહે તે માટે વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત નગરાળા ગામ ખાતે ગ્રામજનોને માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જાહેર સ્થળોએ અવશ્ય માસ્ક પહેરવા સમજ અપાય રહી છે. ઠેર ઠેર ઉકાળા વિતરણની પ્રવૃતિ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત પંચાયતની બેઠકમાં પણ કોરોનાના કેસ વધે નહી એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ માટે સ્થાનિક આગેવાનોએ પણ કોરોના સંક્રમણ બાબતે લોકજાગૃતિના કામમાં જોડાવા જણાવવામાં આવ્યું હતું.

નિનામા નિલેશ (દાહોદ)

FB_IMG_1599577780871.jpg

Right Click Disabled!