દિલ્હીથી અમદાવાદ પહોંચેલી રાજધાની એક્સપ્રેસમા 26 મુસાફરોને કોરોના પોઝિટિવ

દિલ્હીથી અમદાવાદ પહોંચેલી રાજધાની એક્સપ્રેસમા 26 મુસાફરોને કોરોના પોઝિટિવ
Spread the love

અમદાવાદ:દેશમાં કોરોના સંક્રમણ ફેલાય રહ્યું છે. અર્થતંત્રને ગતિ આપવા માટે સરકાર સતત અનલોક પ્રક્રિયા હેઠળ છૂટછાટો આપી રહી છે. એવામાં રેલવે તરફથી નવી ટ્રેનો દોડાવવાની શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ સોમવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર દિલ્હીથી પહોંચેલી રાજધાની એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોના ટેસ્ટીંગ દરમિયાન 26 મુસાફરો સંક્રમિત થયાં.

અમદાવાદમાં બહારના રાજ્યોમાંથી આવતા મુસાફરોની અગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવી. બહારના રાજ્યોમાંથી ગુજરાતમાં આવી રહેલા લોકોના કારણે રાજ્યોમાં કોરોના ફેલાય નહી તે માટે મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સોમવારે 800થી વધારે મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસના 26 મુસાફરો કોરોના સંક્રમિત મળ્યા.

રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર

IMG_20200908_061149.jpg

Right Click Disabled!