દિલ્હીમાં ચોથો ભૂકંપ નોંધાયો

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ૨.૨ની તીવ્રતાવાળો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીના પિતમપુરામાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોગ્રાફીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી આઠ કિમી. નીચે હતું. ૧૦ મેના રોજ ઉત્તર દિલ્હીના વાઝીપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ૩.૪ની હળવી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ૧૨ એપ્રિલના રોજ પણ આ વિસ્તારમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ અને ૧૩ એપ્રિલના રોજ ૨.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દેશના પાંચ સિસ્મીક ઝોનમાંથી દિલ્હી ચોથા ઝોનમાં છે. સત્તાવાર આંકડા મુજબ ૨૦૦૪માં દિલ્હીમાં ૨.૮ની તીવ્રતાનો અને ૨૦૦૧માં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
