દિવ્યાંગ જનો અને વયોશ્રીઓને નિશુલ્ક સાધન વિતરણ

અમદાવાદ : બાવળા તાલુકા ના મીઠાપુર ગામે દિવ્યાંગજનો તથા વયોશ્રી યોજનાના લાભાર્થીઓને નિઃ શુલ્ક સાધન_સહાય તેઓના ઘરે પહોંચાડી વિતરણ કરવાનું આયોજન સરકારશ્રી દ્વારા તથા સાણંદ-બાવળાના લોકલાડીલા ધારાસભ્યશ્રી કનુભાઇપટેલ ની સૂચના દ્વારા કરવામાં આવ્યું આ વિતરણમાં મીઠાપુરના સરપંચશ્રી ખોડુંભાઈ ગોહિલ, ઉપસરપંચશ્રી અમરતભાઈ હદવાણી, બાવળા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ ગોહિલ, તાલુકા પંચાયત ના સદસ્યશ્રી પરષોત્તમભાઈ હદવાણી, પૂર્વ તાલુકા પંચાયત ના સદસ્યશ્રી વજુભાઇ રાઠોડ,તથા ગ્રામ પંચાયત ના સદસ્યો તથા ગામના આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર
