દુકાનો અમારા માટે વૈકલ્પીક રોજગારીનું માધ્યમ બનશે

જૂનાગઢ : પ્રાચીન ઐતિહાસિક પર્વત ગિરનાર પર વર્ષોથી ડોળીના વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબો માટે રાજ્ય સરકારે દુકાનો આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ડોળીવાળા કુટુંબોનો રોજગારીનો પ્રશ્ન હલ થશે અહીં નિર્માણ થનાર દુકાનો અમારા માટે વૈકલ્પિક રોજગારીનું માધ્યમ બનશે. તેમ ડોલી એસોસિએશનના પ્રમુખ રામેશભાઈ બાવળીયાએ જણાવ્યું હતું. રમેશભાઈ એક વધુમાં કહ્યું કે અહીં અમે લોકો ખાણી-પીણી, ઇમિટેશન અને રમકડા સહિતની દુકાનો કાર્યરત કરીશું. જે અમારા કુટુંબ માટે રોજગારી પૂરી પાડશે મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા તેમ જ દુકાનો આપવા સહયોગી થનાર વહીવટી તંત્રના અધિકારીઓ પ્રત્યે શ્રી રમેશભાઈ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
