દુધ સાગર ડેરીમાં આખરે વહિવટદારની નિમણુંક

દુધ સાગર ડેરીમાં આખરે વહિવટદારની નિમણુંક
Spread the love

મહેસાણા ઘીમાં ભેળસેળના મામલે આખરે મહેસાણા દુધસાગર ડેરીમાં વર્તમાન નિયામક મંડળને વિખેરી નાંખી વહિવટદારની નિમણુંક કરવામાં આવી છે. સોમવારે નવનિયુક્ત વહિવટદાર વાય.એ.બલોચે ડેરીનો ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે ડેરીના પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેના પગલે સ્થાનિક સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.રાજસ્થાનથી બે માસ પૂર્વે ઘી ભરીને આવી રહેલ દુધસાગર ડેરીના ટેન્કરમાં ભેળસેળ થતી હોવાના મામલે પોલીસે કાર્યવાહી કરી હતી.

આ ઘીના જથ્થામાં પામઓઇલનું મિક્ષણ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ, ગુજરાત મિલ્ક ફેડરેશન અને ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા મહેસાણા સ્થિત દૂધ સાગર ડેરીના ગોડાઉનમાં પડેલ રૃ.૪૦ કરોડની કિંમતના ૬૦૦મેટ્રીક ટન ઘીના જથ્થામાંથી સેમ્પલ મેળવી લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ તાજેતરમાં આવતાં ૧૪૭ સેમ્પલમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું.

જેના પગલે સોમવારે સરકારે નિર્ણય કરીને મહેસાણા દુધ સાગર ડેરીના વર્તમાન નિયામક મંડળને વિખેરી દઇને ડેરીના વહિવટદાર તરીકે વાય.એ.બલોચની નિમણુંક કરી છે. મહેસાણા દુધસાગર ડેરીના ઘીમાં ભેળસેળના મામલે અગાઉ ડેરીના ચેરમેન આશા ઠાકોર સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં અત્યારસુધી ડેરીના વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરી, પૂર્વ એમડી નિશીથ બક્ષી, લેબોરટરી હેડ અલ્પેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે.

content_image_7f187330-a998-469f-a109-3ba198d62a9e.gif

Right Click Disabled!