દુર્લભ પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં ભરૂચથી સુરત આવતા બે આરોપી ઝડપાયા

સુરતપોલીસે રિવોલ્વર અને કાર્ટીસ સાથે આરોપીઓને અંક્લેશ્વર નજીક હાઈવે પરથી ઝડપી લીધા હતાં.આત્મહત્યા કેસમાં પોલીસ કાર્યવાહી ઝડપી કરવામાં આવીકરોડો રૂપિયાની જમીન મુદ્દે ભૂ માફિયા સાથેની પોલીસની સાંઠ ગાંઠ ઉઘાડી પડી ગઈ છે. સુરતના પાટીદાર આગેવાન દુર્લભ પટેલને આત્મહત્યા તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાંદેર પોલીસ મથકના PI લક્ષ્મણસિંહ બોડાણા સહિત ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે 10 આરોપી પૈકી બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીનો સમાવેશ થાય છે. જ્યારે હજુ 8 આરોપીઓ પકડથી દૂર છે.
આરોપીઓ ભરૂચથી આવતા પકડાયા આરોપી રાજુ ભરવાડ અને ભાવશે સવાણી ભરૂચથી સુરત તરફ આવતા હોવાની મળેલી બાતમીના આધારે બન્ને આરોપીઓને અંક્લેશ્વર હાઈ વે પરથી પકડી પાડવામાં આવ્યાં છે. હાલ બન્ને આરોપીઓના કોરોના ટેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. સાથે જ પોલીસે જણાવ્યું કે આ કેસના અન્ય આરોપીઓને પણ ઝડપથી પકડી લેવામાં આવશે. આરોપીઓ પાસેથી કાર, રિવોલ્વર સહિતનો મુદ્દામાલ પકડાયો પોલીસે આરોપીઓ પાસેથી એક મારૂતિ સ્વિફ્ટ ગાડી, 2 મોબાઈલ, એક રિવોલ્વર અને છ જીવતા કાર્ટીસ તથા રોકડા એક લાખ બોતેર સો રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસ દ્વારા બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે જ્યારે અન્ય આરોપીઓ હજુ પકડથી દૂર છે.
