દેવળીયાના ખેડૂતો દાડમ બહાર ફેકવા મજબૂર

ભારે વરસાદના પગલે ખેડુતોના ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં છે તો નુકશાની પણ ખૂબ જ થઈ છે પરંતુ ચોમાસું વાવણી કરેલા ખેડૂતો માટે તો સરકાર દ્વારા સર્વે કરી સહાયની જાહેરાત કરવામાં આવી છે પરંતુ બાગાયતી પાકોમાં પણ મોટાપાયે નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા ગત વર્ષે પણ સર્વે કરાયું હતું તો સર્વે કરવા છતાં પણ વળતર નહીં ચુકવી સરકાર ખેડૂતો સાથે ભેદભાવ રાખવાનો દેવળીયા ગ્રામજનોએ આક્ષેપ કરી વળતર આપોના નારા લગાવી વિરોધ કર્યો હતો.
નવા દેવળીયા ગામમાં 2500 વીઘામા બાગાયતી ખેતી છે જેમાં દાડમ 2 હજાર, જામફળ 250 વીઘા અને ખારેક 250 વીઘાનુ વાવેતર છે ત્યારે દાડમના પાકમાં આ વર્ષે ચોમાસામાં વધારે નુકસાન પહોચાડ્યું છે 50 હજારનો ખર્ચ એકરે કરવા છતાં પણ વરસાદના કારણે દાડમ મજુરો વડે તોડીને ટ્રેકટરમાં ભરી બહાર ફેકવા ખેડૂતો મજબૂર થયા છે.
