દેવું વધી જતાં ખેડૂતે ટ્રેન નીચે પડતુ મૂકી આપઘાત કર્યો

દેવું વધી જતાં ખેડૂતે ટ્રેન નીચે પડતુ મૂકી આપઘાત કર્યો
Spread the love

ઉપલેટા,
ઉપલેટા તાલુકાના ખીરસરા ગામમાં ખેતી કરી ગુજરાન ચલાવતા અશ્વિનભાઇ મનસુખભાઇ કાલરીયા શ્રઉ.વ.૪૩)એ ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લીધી છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીની ઉપજ આવતી નહોતી. આથી પોતાના નવમાં ધોરણમાં ભણતા પુત્રને ભણાવવા વ્યાજે પૈસા લીધા હતા. પરંતુ પૈસા ન ભરાતા દેવું વધી જતા આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. તેમની પત્ની નિલાને સંબોધીને લખેલી સ્યુસાઈડ નોટમાં તેમના પુત્રનું ધ્યાન રાખવા અને ભણાવવાનુ જણાવ્યું છે.

૧૮ માર્ચે સાંજના ૬ વાગ્યે હું બજારમાં માવો ખાવા જાવ છું તેવું જણાવી ઘરેથી ચાલ્યા ગયા હતા. ત્યારે સાંજના ઘરે પરત ન આવતાં ઘરનાં તેનાં કાકા તેના મોટા બાપાના દીકરા તેમજ આજુબાજુના લોકોએ તેની શોધખોળ મોડી રાત સુધી કરી હતી. તેમ છતાં તે ન મળતાં રાત્રે બાર વાગ્યે ભાયાવદર પોલસીને જાણ કરી હતી. તેઓ પણ ખીરસરા ગામ આવી વહેલી સવાર સુધી તપાસ કરતા મળી આવ્યા ન હતા. ત્યારે આજે સવારે ભાયાવદર શહેરનાં રેલવે સ્ટેશનનાં સ્ટેશન અધિકારીએ ભાયાવદર પોલીસને જાણ કરી કે વાલાસણ અને ગીંગણી વચ્ચે ટ્રેન નીચે કોઈ અજાણ્યો માણસ આવી ગયો છે. બાદમાં મૃતદેહને ભાયાવદર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતદેહ ખીરસરા ગામના અશ્વીનભાઈનો હોવાનું માલુમ પડતા પરિવારને જાણ કરી ખરાઈ કરવામાં આવી હતી. સ્યુસાઈડ નોટમાં હું મારી ઉપર કરજ વધી જતા આપઘાત કરૂ છે તેમ લખ્યું હતું.

Right Click Disabled!