દેવ ડેમના બે દરવાજા આંશિક ખોલવામાં આવ્યા

દેવ ડેમના બે દરવાજા આંશિક ખોલવામાં આવ્યા
Spread the love

રૂલ લેવલ જાળવવા હાલોલ તાલુકામાં આવેલા દેવ ડેમના બે દરવાજા 0.10 મીટર જેટલા આંશિક ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.હાલમાં ગેટ નં.4 અને 5 આંશિક ખુલ્લા છે.સવાર 8 વાગે જળ સપાટી 88.43 મીટર હતી. તે સમયે ડેમમાં ઉપરવાસમાં થી પાણીની આવક 644.86 ક્યુસેક અને જાવક 646.26 ક્યુસેક હતી.

દેવમાંથી છોડવામાં આવી રહેલા પાણીને અનુલક્ષીને વાઘોડિયા અને ડભોઇ તાલુકા વહીવટી તંત્ર ને સંપૂર્ણ સાવધાની રાખવા અને જરૂર પડ્યે તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.વાઘોડિયા તાલુકાના 19 અને ડભોઇ તાલુકાના 7 મળી જિલ્લા ના કુલ 26 દેવ કાંઠાના ગામોમાં લોકોને નદી પટ થી દુર રહેવા અને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.

સવારે 9 વાગે મહી નદીમાં કડાણા ડેમમાં થી 255400 ક્યુસેક અને રાજસ્થાન ના બજાજ સાગર ડેમમાં થી 331282 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લાના ડેસર,સાવલી,વડોદરા અને પાદરા તાલુકાઓના મહી કાંઠાના ગામોમાં સાવધાની રાખવા તાલુકા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. લોકોને નદી કાંઠા થી દુર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

Screenshot_20200831-144353_Facebook.jpg

Right Click Disabled!