દેશમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી

દેશમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી
Spread the love

કેન્દ્રીય કેબિનેટે આ અઠવાડીયામાં નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મુકવાની વાત કરતા દેશમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી છે. એજ્યુકેશન પોલીસી 2020 અંતર્ગત આવેલા પ્રસ્તાવોમાં અનેક ફેરફાર થવાના છે. જેમાં એક એવો પણ ઉલ્લેખ છે કે, વિદેશી યુનિવર્સિટીઓને ભારતામં બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપવી. જો કે, હવે આ બાબત પર ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. સ્વામીએ શનિવારના રોજ ટ્વીટ કર્યુ હતું કે, કેન્દ્ર સરકારને 6 વર્ષ જૂની યાદ અપાવી છે. તથા દેશમાં વિદેશી યુનિવર્સિટીઓને પ્રવેશ કરતા રોકવી જોઈએ.

શું કહ્યું છે સ્વામીએ પોતાના ટ્વીટમાંભારતના પૂર્વ નાણામંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરી તેમાં જણાવ્યુ છે કે, શિક્ષા મંત્રાલયને વિદેશી યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કરવા માટે એડેક્સ ઓનલાઈન જેવા પોર્ટલ ખોલવા જોઈએ. પણ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપવી જોઈએ નહીં. સ્વામીએ 2014માં મોદી સરકારે યુપીએ સરકારના સમયમાં મળેલી હાર્વર્ડ યુનિવર્સિટીની બ્રાન્ચ ખોલવાની મંજૂરીને રદ કરાવ્યુ હતું. સ્મૃતિ ઈરાની પણ આ વાત જાણે છે. જો કે, અગાઉ સ્વામીએ નવી શિક્ષણની નીતિનું સ્વાગત કર્યુ હતું. આ બાબતે તેમણે શિક્ષણ મંત્રાલય સાથે વાત કરી શિક્ષણ પર જીડીપીના 6 ટકા ખર્ચ કરવો જોઈએ તે વાત માની પણ લીધી છે.

વિદેશી યુનિવર્સિટીઓને લઈ સરકારોનું વલણઅહીં ઉલ્લેખનીય છે કે, ભારતમાં વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ ખોલવા પર પહેલા પણ ઘણી વાર વિચાર કરવામાં આવ્યો છે. 1995માં તેના માટે એક ડ્રાફ્ટ પણ બનાવ્યો હતો. જો કે, તે પાસ થયો નહીં. 2005-06માં યુપીએ સરકારે પણ તેના માટે બિલ પાસ કરાવ્યુ હતું જો કે, ત્યારે પણ ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ 2010માં કપિલ સિબ્બલે એચઆરડી મંત્રી રહેતા એક વાર ફરી વિદેશી યુનિવર્સિટીને ભારતમાં લાવવાનું બિલ લાવ્યા હતા. પણ તેની પણ એવી જ હાલત થઈ હતી.

RSS સાથે જોડાયેલા સંગઠનનો વિરોધ છતાં વિદેશી યુનિવર્સિટીઓને આમંત્રણRSS સાથે જોડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચના ભારે વિરોધ બાદ નવી શિક્ષણ નીતિમાં વિદેશ યુનિવર્સિટી માટે ભારતમાં કેમ્પસ ખોલાવાની વાત કરવામાં આવી છે. જો કે, આરએસએસના દબાણ બાદ નવી શિક્ષણ નીતિમાં પ્રાચીન ભારતના જ્ઞાન પર વધારે ભાર આપવાની વાત માની લેવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ પર આરએસએસ સાથે જોડાયેલી લોકો માને છે કે, તેમની વાતને માનવામાં આવી છે અને તેનાથી તેઓ ખુશ પણ છે.

ONLINE-2-960x640.jpg

Right Click Disabled!