ધરતીપુત્રોએ ધરતીની પૂજા કરી વાવેતરની કરી શરૂઆત

ધરતીપુત્રોએ ધરતીની પૂજા કરી વાવેતરની કરી શરૂઆત
Spread the love

આપણે ત્યાં શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે. અષાઢી બીજનું પાવન પર્વ શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. ખેડૂતો પણ અષાઢી બીજના શુભ મુહૂર્ત પ્રસંગે ખેતીના સાધનોને કૂમ કૂમ તિલકથી વધાવી ધરતીની પૂજા કરી વાવેતરની શરૂઆત કરે છે.

ધરતી અમારી માઔજાર અમારા આરાધ્ય દેવ
મહેનત અમારી પૂજામોલ ભગવાનના આશીર્વાદઅષાઢી બીજના પાવન પર્વે ધરતીપુત્રોએ ધરતી માની પૂજા કરી. ખેત હથિયારોનું પૂજન કર્યું અને શરૂ કરી મહેનત મોલાત રૂપી ભગવાનના આશીર્વાદ પામવાની. બનાસકાંઠા પંથકમાં અષાઢી બીજના પાવન પર્વે ખેડુતોએ વાજતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું. પહેલાના સમયમાં ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી.

ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું.હવે ખેતીની પદ્ધતિ પણ આધુનિકતા આવતા હવે હળ-બળદના બદલે ટ્રેક્ટરો અને અન્ય ઓજારો ની પૂજા કરવામાં આવે છે. સમયની સાથે સાથે ખેતીમાં ટેકનોલોજીની સાથે સાથે આધુનિકતા આવતા હવે પરંપરાગત ખેતી અને રીત રિવાજ પણ બદલાયા છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરવામા આવે છે. લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચવામા આવે છે.

ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી , ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવે છે અને આવનારું વર્ષ ખુબજ સારું જય અને ખેડૂતો માટે કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરે છે. અષાઢી બીજનો દિવસ ધરતીપુત્રો માટે વિશેષ હોય છે. વર્ષોથી અષાઢી બીજના પાવન પર્વે ધરતીપુત્રો ધરતીમાંની પુજા કરીને ખેતીના શ્રીગણેશ કરતા આવ્યા છે અને કુદરત પણ કૃપા વરસાવીને ધરતી પુત્રોને ધન ધાન્યથી ફળીભૂત કરે છે. વર્ષો જૂની આ પરંપરામાં હવે બળદ ગાડા હળના સ્થાન આધુનિક ઔજારોએ લીધા છે. પરંતુ પૂજનની પરંપરા આજે પણ ગર્વ સાથે ખેડુતોએ જાળવી રાખી છે.

FARMER-01-960x640.jpg

Right Click Disabled!