ધર્મસ્થળો ફરી ખોલવા પહેલા સાવચેતી રાખવામાં આવશે : ઉદ્ધવ ઠાકરે

ધર્મસ્થળો ફરી ખોલવા પહેલા સાવચેતી રાખવામાં આવશે : ઉદ્ધવ ઠાકરે
Spread the love

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું કે ‘અનલોક’ પ્રક્રિયાના ભાગ રૂપે મંદિરો અને અન્ય પૂજા સ્થાનો ફરીથી ખોલવાની માગ કરવામાં આવી હોવા છતાં, તેમની સરકાર આ મુદ્દે સાવધાની રાખી રહી છે. ઠાકરેની ટિપ્પણીઓ મુખ્ય વિપક્ષ ભાજપ અને અન્ય પક્ષોની માગણીઓના પગલે આવી છે કે “અનલોક પ્રક્રિયા હેઠળ કોરોના વાઈરસથી લાગુ કરાયેલા પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા હોવાથી પૂજા સ્થળો ફરીથી ખોલવામાં આવશે.

અનલોક પ્રક્રિયાના ભાગ રૂપે, અમે ઘણી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી છે. મંદિરો અને અન્ય પૂજા સ્થાનો ખોલવાની માગ કરવામાં આવી છે. પણ આપણે સાવચેતી રાખવી પડશે, એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. ઠાકરેએ જણાવ્યું હતું કે હાલનો સમય પડકારજનક છે અને વરસાદ બાદ હવે વહીવટીતંત્રે નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા આગામી તહેવારો દરમિયાન નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી પડશે.

262173-550349-uddhav.jpg

Right Click Disabled!