ધાનેરામાં મેમણ અને મુસ્લિમ સમાજ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ચાલતા રસોડામાં 1 લાખ 51 હજાર નું રોકડ દાન

ધાનેરામાં મેમણ અને મુસ્લિમ સમાજ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ચાલતા રસોડામાં 1 લાખ 51 હજાર નું રોકડ દાન
Spread the love

હાલમાં કોરોના મહામારીને લઇને સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં મુશ્કેલી ઊભી થઈ હતી તે મુશ્કેલી ને ધ્યાનમાં રાખી ધાનેરામાં કોંગ્રેસ સમિતિ દ્વારા રસોડું શરૂ કરવામાં આવ્યું છે અને રસોડા દ્વારા દરરોજ ત્રણથી ચાર હજાર લોકોને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે કેટલાક લોકો રસોડા પર જમવાનું લેવા આવે છે તો કેટલીક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘરે જઈને જમવાનું આપવામાં આવી રહી છે ત્યારે રસોડામાં કેટલાક દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા 1 લાખ 51 હજાર નું રોકડ દાન આપવામાં આવ્યું હતું ધાનેરાના ધારાસભ્ય સહિત કોંગ્રેસના અગ્રણીઓએ આ દાન સ્વીકાર્યું હતું સાથે સાથે દાન આપનાર નો આભાર પણ માન્યો હતો.

IMG_20200413_144811-0.jpg IMG_20200413_144747-1.jpg

Right Click Disabled!