ધાનેરા : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ  

ધાનેરા : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ  
Spread the love
  • ઉચ્ચ અધિકારીઓ પણ  આ ચેકપોસ્ટ પર રાખી રહ્યા છે બાજ નજર

અત્યારે કોરોનાવાયરસને લઇ સમગ્ર બોર્ડર સીલ કરી દેવામાં આવે છે તમામ બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો  છે તેમજ લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો  છે ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેની વાહનોને છૂટ આપવામાં આવી છે ત્યારે  વાત કરવામાં આવે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી નેનાવા ચેકપોસ્ટના નેનાવા ચેકપોસ્ટ પર પણ આજે સઘન સુરક્ષા જોવા મળી હતી અને ચુસ્તપણે લોક ડાઉનલોડ જોવા મળી રરહ્યું  છે ત્યાંથી પસાર થતા તમામ લોકોનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ અવરજવર કરતાં અન્ય લોકો પર અને વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો  છે.

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વાહનો અને અવરજવર કરી રહેલા સ્થાનિક લોકો અને ખેડૂતો દૂધ ભરાવવા માટે ગામમાં જઈ રહ્યા છે તેમને પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ કર્યા બાદ જ ત્યાંથી પસાર થવા દેવામાં આવે છે તો બીજી તરફ ટુ વ્હીલર પર માત્ર એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં બે વ્યક્તિને લઇ પોલીસે પણ કામગીરી હાથ ધરી છે ત્યારે આજે નેનાવા ચેકપોસ્ટ ની મુલાકાતે ધાનેરાના એસડીએમ યોગેશ ભાઈ ઠક્કર અને ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એસ. એ. ડાભી પણ આવ્યા હતા અને સમગ્ર કામગીરી  થી વાકેફ થયા હતા થયા હતા નેનાવા ચેકપોસ્ટ થી  માત્ર બે કિલોમીટરના અંતરે રાજસ્થાની ચેકપોસ્ટ આવેલી છે રાજસ્થાની ચેકપોસ્ટ પર પણ રાજસ્થાન પોલીસ દ્વારા ચુસ્તપણે લોક ડાઉનલોડ પાલન કરવામાં આવી રહ્યું છે અને પોલીસ કોરોના ના કહેર વચ્ચે પણ ફરજ બજાવે છે અને ત્યાંથી પસાર થતા લોકો તેમજ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે.

Right Click Disabled!