ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ અંગે તૈયારીઓની સમીક્ષા કરતાં દિલીપકુમાર ઠાકોર

ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ અંગે તૈયારીઓની સમીક્ષા કરતાં દિલીપકુમાર ઠાકોર
Spread the love
  • જિલ્લા કલેક્ટરશ્રીએ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીથી મંત્રીશ્રીને માહિતગાર કર્યા
  • સંક્રમણથી બચવા તકેદારીના પગલા લેવા તથા તા.૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુ પાળવા જાહેર જનતાને અનુરોધ કરતાં શ્રમ અને રોજગાર મંત્રી

પાટણ,
શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લઈ તંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણ અટકાયત અંગે કરેલ તૈયારીઓની સમીક્ષા કરી. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા હાલ પાટણ જિલ્લામાં શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા અને તેને કોરોન્ટાઈઝેશન અંગે કેબિનેટ મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
પાટણ જિલ્લાના ધારપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલની મુલાકાત લેતાં કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જિલ્લામાં કોરોન્ટાઈલ કરેલા લોકોની વિગતો, જરૂરી દવાઓ અને માસ્ક સહિતની વ્યવસ્થા તથા હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા આઈસોલેશન વોર્ડ અંગે આરોગ્ય તંત્રના અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ ધારપુર જનરલ હોસ્પિટલમાં આઈસોલેશન હેઠળ રાખવામાં આવેલા શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓની સ્થિતિ અને તેમની સારવાર અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાસેથી માહિતી મેળવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવેલા નાગરીકોની ચકાસણીઅને હોમ કોરોન્ટાઈલ કરેલા વ્યક્તિઓની વિગતો અને તે માટે વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી સર્વગ્રાહી કામગીરીથી મંત્રીશ્રીને અવગત કરાવવામાં આવ્યા.
વધુમાં સંપર્ક દ્વારા ફેલાવાની શક્યતા ધરાવતા કોરોના વાયરસના સંક્રમણથી બચવા વારંવાર હાથ ધોવા, સુરક્ષિત સામાજીક અંતર જાળવવા, જાહેરમાં ન થુંકવા અને સ્વચ્છતા જાળવવા મંત્રીશ્રીએ લોકોને અપીલ કરી. કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી હાકલને સાર્થક કરવા કેબિનેટ મંત્રીશ્રીએ તા.૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુમાં સ્વયંભુ જોડાવવા જાહેર જનતાને આહ્વાન કર્યું.
આ મુલાકાત દરમ્યાન જિલ્લા કલેક્ટરશ્રીઆનંદ પટેલ,ઈ.ચા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ભરતભાઈ ગોસ્વામી, જનરલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ.હિતેશ ગોસાઈ, મેડિકલ કોલેજના ડિનશ્રી ડૉ.યોગેશાનંદ ગોસાઈસાથે બેઠક યોજી કોરોના વાયરસ સંક્રમણના સંભવિત ખતરાને લઈ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Right Click Disabled!