ધાર્મિક અને સામાજિક સંસ્થા દાવતે ઇસ્લામી હિન્દ દ્વારા 1 કરોડ 20 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ  

ધાર્મિક અને સામાજિક સંસ્થા દાવતે ઇસ્લામી હિન્દ દ્વારા 1 કરોડ 20 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ  
Spread the love

વિશ્વભરમાં ઝડપથી બદલાતા અને બગડતા વાતાવરણને ધ્યાનમાં રાખીને, બિનરાજકિય ધાર્મિક સંસ્થા દાવતે ઇસ્લામી હિન્દ દ્વારા 1 કરોડ 20 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ  કરવામાં આવ્યો છે.  દાવતે ઇસ્લામી હિન્દ નો આ વૃક્ષારોપણ કાર્યક્રમ 20 જુલાઇ એ યોજાનાર છે. દેશભરમાં ફેલાયેલા સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને તેમના સંકલ્પને પરિપૂર્ણ કરવા પ્રયાસ કરશે. જો કે,  દાવતે ઇસ્લામી હિન્દ નામના બિનરાજકિય ધાર્મિક સંસ્થા દ્વારા કોઈ સામાજિક અથવા વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવામાં આવી હોય તેવું પહેલીવાર નથી થયું. નોંધનીય છે કે, દાવતે ઈસ્લામી હિન્દ સૂફીઝમ આધારિત ધાર્મિક સંસ્થા છે  આ સંસ્થા ધાર્મિક પવૃત્તિ ઉપરાંત સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ લાંબા સમયથી કાર્ય કરી રહી છે, જેનો લાભ લાખો લોકો સુધી પહોંચી રહ્યો છે. દાવતે ઇસ્લામી હિન્દ નો આ વૃક્ષારોપણ કાર્યક્રમ 20 જુલાઈ, 2020 ના રોજ યોજાનાર છે.

આ પહેલા આ વિષય પર એક કાર્યક્રમ 18 જુલાઇએ યોજવામાં આવી રહ્યો છે, સોશ્યલ ડિસ્ટન્સીંગ ને ધ્યાનમાં રાખીને ૧૮ જુલાઈના રોજ થનાર કાર્યક્મ સોસિયલ મિડીયાના માધ્યમથી કરવામાં આવશે. જેના દ્વારા  ૨૦ જુલાઈના રોજ થનારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં દેશભરમાં વધુમાં વધુ લોકોને જોડાય તેવું આહ્વાન કરવામાં આવશે. ચર્ચા દરમિયાન,  દાવતે ઇસ્લામી હિન્દ ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ” સંસ્થા લાંબા સમયથી માનવતા અને સમાજનાં કલ્યાણ માટે કાર્યરત છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે.” દાવતે ઇસ્લામી હિન્દ પહેલા પણ સામાજિક જાગરુકતા સાથે સંકળાયેલા ઘણાં મુદ્દાઓ પર કાર્ય  કરતી રહી છે. વધુમાં  જણાવ્યું કે “તેઓ પૈગમ્બર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ) ના માર્ગ ઉપર ચાલે છે ને  માનવતા અને ભલાઈના કાર્યો કરી રહી છે.  સંસ્થા તેવા દરેક સારા કામ કરશે જેમાં માનવતા અને સમાજની ભલાઈ હોય.”

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

download-5.jpg

Right Click Disabled!