ધોરડોના ટેન્ટસિટીમાં 700 ટેન્ટનું બુકિંગ થઈ ગયું

ધોરડોના ટેન્ટસિટીમાં 700 ટેન્ટનું બુકિંગ થઈ ગયું
Spread the love

ભુજ : ધોરડો રણોત્સવના કારણે આજે કચ્છ વિશ્વ નકશા ઉપર કંડારાયું છે. આ વર્ષે કોરોનાના પગલે તમામ કાર્યક્રમો બંધ રહ્યા છે. ત્યારે રણોત્સવ ટેન્ટસિટી ખુલશે કે નહિ તે પણ પ્રશ્ન છે. પરંતુ સુત્રો પાસેાથી મળતી માહિતી મુજબ અચરજ પમાડતી વાત એ છે કે ૧૨ નવેમ્બરાથી રણોત્સવ શરૃ થાય તે પહેલાથી જ ટેન્ટસિટીમાં ૭૦૦ જેટલા ટેન્ટ બુક થઈ ગયા છે. આમ લોકો કોરોનાને ભુલીને રણોત્સવ માણવા માટે તૈયાર છે. દેશ-વિદેશમાં પ્રખ્યાત બનેલા ધોરડો ખાતેના સફેદ રણમાં દરવર્ષે યોજાતા રણોત્સવમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારીના કારણે તકેદારી રૃપ બાધા જ ઉત્સવો-તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ છે. ત્યારે રણોત્સવ યોજાય એવી શક્યતા નહિવત છે.

સહેલાણીઓને સફેદ રણ નિહાળવા ઉતારાની જરૃર હશે તો તંબુ નગરી ઉભી થશે તેવું જવાબદાર તંત્ર દ્વારા જણાવાયું છે. જોકે ધોરડો આસપાસના ખાનગી રીસોર્ટ માલિકોને પણ રણોત્સવ યોજાશે કે નહી એ વિશે માહિતી નાથી. પરંતુ કચ્છના ધોરડો ખાતે ટેન્ટસિટી જરૃર થશે અને એ પણ કોરોનાકાળમાં તકેદારી રૃપ સરકારી નિમયોની સાવચેતી રૃપ અમલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દરવર્ષે યોજાતા આ રણોત્સવ ટેન્ટસિટીમાં આવતા પ્રવાસીઓને કારણે સૃથાનિક રહેવાસીઓને કમાણી મળી રહે છે. જો ૧૨ નવેમ્બરાથી આ ટેન્ટ સિટી શરૃ થશે તો કોરોનાના કારણે આિાર્થક ભીંસમાં આવી ગયેલા લોકોની થોડી રાહત થશે.

content_image_d531d945-f7b6-4eb2-96db-f64e6e1017e9.gif

Right Click Disabled!